Last Updated on March 14, 2021 by
ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો પૂર્ણ થયેલો માહોલ તો બીજી બાજુ હાલમાં ચાલી રહેલ ક્રિકેટ મેચએ કોરોનાને વગર નિમંત્રણે ગુજરાતમાં આમંત્રણ આપી દીધું છે. ત્યારે એક વાર ફરીથી ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં ફરીથી લોકડાઉન વખતે જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ એક વાર ફરીથી જોવા મળી રહી છે. ત્યારે લોકોમાં એક જાતનો ડર પણ ધીરે-ધીરે પેસવા લાગ્યો છે.
નવા 586 દર્દીઓ થયા સ્વસ્થ
વાત કરીએ આજ રોજની તો રવિવારના રોજ છેલ્લાં ૨૪ કલાકમાં વધુ 810 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે તો 586 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 361 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે તેમજ રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 96.82 ટકા થયો છે.
આજ દિન સુધીમાં કોરોનાના કારણે 4424 દર્દીઓના મોત
જ્યારે છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને ખેડામાં 1 એમ આજના દિવસમાં કુલ 2 દર્દીઓના મોત નિપજ્યાં છે. જેના કારણે કુલ 4424 દર્દીઓના આજ દિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે.
રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4422 પર પહોંચી ગઇ છે. તો 54 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 4368 લોકો સ્ટેબલ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 163, સુરત કોર્પો.માં 217, વડોદરા કોર્પો.માં 95 તો રાજકોટ કોર્પો.માં 61 નવા કેસ નોંધાયા છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31