GSTV
Gujarat Government Advertisement

દેશમાં એક્ટિવ કેસ મામલે 9 સ્થાનનો કુદકો લગાવી ગુજરાત 9મા સ્થાને પહોંચ્યું, રાજ્યમાં કોરોનાના વધ્યા 5 ગણા કેસ

Last Updated on March 23, 2021 by

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1730 કોરોનાના કેસ નોંધાયા છે. આજથી 1 મહિના પહેલા એટલે કે 30 દિવસ પહેલાં રાજ્યમાં 300થી નીચે કેસ આવતા હતા. આજે 500થી વધારે કેસ તો ફક્ત સુરત અને અમદાવાદમાં આવી રહ્યા છે. કોરોનાની સ્થિતિ એક મહિનામાં 5 ગણી વધારે ખરાબ છે. રાજ્યમાં સરકાર ભલે સબ સલામતના દાવા કરે પરંતુ કોરોનાના વધતા કેસો કંઈક અલગ જ કહે છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 63 ટકા કેસ ફક્ત આ બે જિલ્લાઓમાં

રાજ્યમાં કોરોના કાબુ બહાર થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક 1730 જેટલા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના નવા રેકોર્ડ સાથે અમદાવાદ અને સુરત જિલ્લામાં કોરોનાના કેસ કાબુ બહાર જઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં જ 500થી વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો હોય તેમ છેલ્લા એક મહિનામાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં એક મહિના પહેલા માત્ર 258 જેટલા કેસ આવતા હતા તેની સામે ફક્ત અમદાવાદમાંથી જ 500થી વધારે કેસ સામે આવ્યા છે. માર્ચ મહિનાના 23 દિવસમાં જ 20 હજારથી વધારે કોરોના સંક્રમિતો થયા છે.

સુરતમાં સૌથી વધુ સક્રિય દર્દી જોવા મળ્યા

સુરત જિલ્લામાં સૌથી વધુ 577 કેસ નોંધાયા છે. જેમાં કોર્પોરેશનમાં 476 અને ગ્રામ્ય વિસ્તારમાં 101 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો સુરતમાં સૌથી વધુ સક્રિય દર્દી જોવા મળ્યા છે. હાલ કોરોનાના એક્ટિવ કેસમાં રાજ્યમાં 2360થી વધારે સુરતમાં છે જ્યારે અમદાવાદમાં 1600થી વધારે દર્દીઓ છે. સુરત શહેર અને જિલ્લા મળીને રાજ્યમાં સૌથી વધુ સંક્રમણના કેસો સાથે સુરત પ્રથમ છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 8 હજારને પાર

રાજ્યમાં છેલ્લા 23 દિવસમાં 20 હજારથી વધારે નવા પોઝીટીવ કેસમાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ 8 હજારથી વધારે એક્ટિવ કેસ છે. રાજ્યમાં આજે વધુ 1730 નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8318 થઈ છે. જેમાં 76 લોકો વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી 4458 લોકોના મોત થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33