Last Updated on March 11, 2021 by
રાજ્યમાં હવે ધીરે ધીરે ફરીથી કોરોનાના કેસો વધી રહ્યાં છે તો બીજી બાજુ વેક્સીનની અછત સર્જાઈ રહી છે. વેક્સિનની અછત થવાના કારણે સિનિયર સિટીઝનની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે તો હાઇકોર્ટે પણ કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારને ટકોર કરી છે. સરકારે વેક્સિનેશનની કામગીરી હાથ પર લીધી છે. સરકારી હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પીટલમાં પણ વેક્સિન માટે મંજૂરી આપી છે પરંતુ લોકોને વેક્સિન નથી મળી રહી. તેની પાછળનું કારણ એ છે કે સરકારે વેક્સિનનો સ્ટોક જ નથી આપ્યો.
સરકારે વેક્સિનના સ્ટોક પર 20થી 25 ટકા કાપ મૂકી દીધો
અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોશિએશનના વડા ડૉક્ટર ભરત ગઢવી જણાવી રહ્યાં છે કે, ‘સરકારે છેલ્લાં 2 દિવસથી વેક્સિનનો સ્ટોક આપવામાં કાપ મૂકી દીધો છે. પહેલાં કેટલીક હોસ્પિટલમાં ૨૦૦થી ૨૫૦ વેક્સિન આપવામાં આવતી હતી તો કેટલીક હોસ્પિટલમાં ૧૫૦ યુનિટ જ આપવામાં આવતા પરંતુ તેમાં સરકારે 20થી 25 ટકા કાપ મૂકી દીધો છે.’
સ્ટોક ન હોવાંથી છેલ્લાં બે દિવસથી વેક્સિનની કામગીરી બંધ
જો કે, જથ્થો કેમ ઓછો આપવામાં આવે છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ લોજીસ્ટીક તકલીફના કારણે સિરમ ઇન્સ્ટીટ્યુટમાંથી જ જો જથ્થો નહીં આવ્યો હોય તો વેક્સિન નહીં આપવામાં આવી હોય. સ્ટોક ન હોવાંથી છેલ્લાં બે દિવસથી વેક્સિનની કામગીરી બંધ થઇ ગઇ છે. જેમાં મમતા દિવસ અને શિવરાત્રીનું બહાનું આગળ ધરીને વેક્સિનેશનમાં રજા હોવાનું બહાનું કઢાયું છે. જો આ જ સ્થિતિ રહી તો આગામી સમયમાં હજુ પણ કોરોનાના કેસમાં વધારો થઇ શકે છે.
સરકાર સાવચેત રહે નહીં તો કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે : HC
બીજી બાજુ આ સમગ્ર મામલે હાઈકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, ‘સરકાર સાવચેત રહે નહીં તો કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે છે.’ એવામાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એશોશિએશનના પ્રમુખે દાવો કર્યો છે કે ખાનગી હોસ્પિટલમાં બેડની પુરતી વ્યવસ્થા છે, જો જરૂર જણાય અને સરકાર આદેશ કરશે તો કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે રેડી છે. પરંતુ સરકાર પાસે અપેક્ષા છે કે, સરકાર કોરોના ગાઈડલાઈનનું પાલન પૂરતી રીતે કરાવડાવે જેથી અગામી સમયમાં કોરોના પર કાબુ મેળવી શકાય.
મહત્વનું છે કે, રાજ્ય સરકાર કોરોનાની ગાઇડલાઇનનું પુરતું પાલન કરાવવાની સાથે દરરોજ રાજ્યભરમાં 4 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે તો ૩ મહિનામાં સ્થિતિ કાબુમાં લેવામાં સફળતા મળશે પરંતુ જો અત્યારે જેવી સ્થિતિ છે એવી ને એવી જો સ્થિતિ હજુ રહી તો લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી શકે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31