GSTV
Gujarat Government Advertisement

અણધડ વહીવટ/ પાડાના વાંકે પખાલીને ડામ! સરકારી તંત્રમાં તાલમેલનો અભાવ, પરિણામ ભોગવશે વિદ્યાર્થીઓ

Last Updated on March 17, 2021 by

આવતી કાલથી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે AMTS અને BRTS બંધ રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર કઈ રીતે પહોંચશે. કોરોનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ આખરે કેવી રીતે પહોંચશે.

વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરતા NSUIના રાષ્ટ્રીય નેતા ભાવિક સોલંકીએ કહ્યું હતું કે, ‘એક તરફ સરકારે ઑફલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આવાં સમયમાં ઑફલાઇન પરીક્ષા લેવી કેટલી યોગ્ય છે તેવાં સવાલો કર્યાં હતાં.’

લાખો મુસાફરો એએમટીએસ અને બીઆરટીએસ બસની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે

અત્રે મહત્વનું છે કે, અમદાવાદમાં વધતા કોરોનાના કેસના પગલે મ્યુનિ. તંત્ર હવે જાગ્યું છે. સુરત બાદ અમદાવાદ કોર્પોરેશને આવતી કાલ સવારથી જ AMTS અને BRTSની બસો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે કાલે સવારથી જ બસોની મુસાફરી કરનારા લોકોને તેમજ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓએ ભારે હાલાંકીનો સામનો કરવો પડશે. આ નિર્ણયના પગલે ખાસ કરીને નોકરીએ જતા અને આવતા તથા એસટી બસો તથા ખાનગી બસોમાં મુસાફરી કરતા હોય તેવા લોકોને અગવડતાનો સામનો કરવાનો સમય આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી બીજી સુચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લાખો મુસાફરો એએમટીએસ અને બીઆરટીએસ બસની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે. લોકો રસ્તા ઉપર નીકળે નહીં તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આવતી કાલથી અમદાવાદ અને સુરતમાં સ્પોર્ટ્સ કલબ, ગેમ ઝોન, જીમ બંધ રહેશે

આ સિવાય અમદાવાદમાં AMC એ આવતી કાલથી અમદાવાદમાં AMTS અને BRTS ની સેવા અચોક્કસ મુદ્દત સુધી બંધ કરાયા બાદ હવે ખાનગી તેમજ સરકારી જીમ, પોસ્ટ, ક્લબ તેમજ ગેમિંગ ઝોન પણ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. તેમજ સુરત શહેરમાં પણ કોરોના સંક્મણના કેસોને ધ્યાને લેતા આવતી કાલથી શહેરના તમામ ગેમ ઝોન, જીમ, સ્પોર્ટસ એક્ટીવીટી, ક્લબ તેમજ હોટલના બેન્ક્વેટ હોલ બંધ રહેશે. ઉપરાંત આવતી કાલથી થીયેટર/સીનેમાગૃહ બંધ રહેશે. આ સાથે જ AMCએ કોરોનાની સારવાર માટે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલો સાથેના MoU પણ રદ કરી દીધા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યાં છે પરંતુ હવે સ્વ ખર્ચે દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે અથવા તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે.

રિવરફ્રન્ટ તેમજ જાહેર સ્થળોએ આવેલાં કુલ 200 કરતા પણ વધુ બાગ બગીચાઓ બંધ

તદુપરાંત અમદાવાદ શહેરમાં આવેલા રિવરફ્રન્ટ અને બાગ બગીચા સહિત જાહેર સ્થળોએ આવેલા કુલ 200 કરતા પણ વધારે બાગ બગીચાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને આ બગીચાઓમાં સવારથી જ લોકોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે તંત્રના આ નિર્ણયના પગલે સવારે જોગીંગમાં જતા લોકો અને સાંજે પરિવાર સાથે મોજ માણતા લોકો હવે બાગ બગીચાઓમાં જઈ શકશે નહીં.

ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ

રાજ્યમાં કોરોનાને લઈને મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ છે તો રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી જવાબદારી સોંપાઇ છે, અમદાવાદની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે તો વડોદરાની જવાબદારી ડૉ. વિનોદ રાવ મિલિંદ તોરવણેને સોંપાઈ છે.

રાત્રિ કરફ્યૂનો સમયગાળો પણ બે કલાક વધારી દેવાયો

ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યુ છે. રાત્રિ કરફ્યૂના સમયમાં વધારા ઉપરાંત અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય 18 તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. ઉલ્લેખનિય છે કે અગાઉ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હવે રાત્રિ કરફ્યૂનો સમયગાળો પણ બે કલાક વધારી દેવાયો છે.

રાજકોટમાં કોરોના ટેસ્ટ વધારવા સુચનાઓ આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ સામાન્ય જનતાને મનપા દંડ કરવા નિકળ્યું હતુ. મનપાના ડેપ્યુટી કમિશનર એ.કે.સિંઘ દંડા સાથે ચાની લારીઓ, પાનના ગલ્લા સહિત દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું. જ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે તો પાલન કરવા સુચના આપી હતી. સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા પાલિકા એક્શનમાં આવી છે. સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરવામાં આવ્યું. સુરતમાં પ્રતિદિવસ વધતા કોરોનાના કેસોને લઈ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુતના ઉધના, લીંબાયત સહિત રાંદેર ઝોનમાં પ્રતિદિવસ કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. જેના લીધે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ માટે ફરી લાઈનો લાગી છે. ગત દિવાળી બાદ કોરોના ટેસ્ટીંગ માટે લાંબી લાઇનો લાગી હતી જે હવે ફરી જોવા મળી હતી.

આજના એક જ દિવસમાં 1122 કેસ નોંધાયા

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. તમામ નિયમોને નેવે મૂકાયા બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે એમ કહીએ કે વર્ષ 2021માં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજના એક જ દિવસમાં 1122 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. જેથી આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4430 જેટલા લોકો કોરોનાથી મોતને ભેટયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 775 દર્દીઓ સાજા થતા આજ દિન સુધીમાં કુલ 2 લાખ 71 હજાર 433 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

રાજ્યમાં 3 મહિના પછી ફરી કોરોનાના 1000 કરતા વધુ કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો જે રીતે રાફડો ફાટયો છે તેના કારણે સૌ કોઇની ચિંતા વધી છે. ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હાલમાં સુરતની છે. સુરતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી. સુરત જિલ્લામાં કેસનો આંકડો 350ને વટાવી ગયો છે. શાળા કૉલેજોમાં જ્યાં સ્થિતિ ગંભીર છે એ બંધ કરવાના આદેશ કરાયા છે. અમદાવાદમાં અચોક્કસ મુદત માટે બાગ-બગીચાં બંધ કરી દેવાયા છે. રાજ્યમાં 3 મહિના પછી ફરી કોરોનાના 1000 કરતા વધુ કેસ નોંધાયા છે. જેમાં સુરત-અમદાવાદમાં સ્થિતિ ગંભીર છે. આજે સુરતમાં 353 કેસ નોંધાયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33