Last Updated on March 15, 2021 by
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા કોલેજો ખુલ્લી રાખવા મક્કમ છે. કોરોનાના વધી રહેલા સંક્રમણથી વાલીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતાં સંક્રમણ છતાં શાળા કોલેજો બંધ નહીં રાખવા સરકાર મક્કમ છે. કોરોના અંગે શાળાઓ માટેની એસઓપીના ચુસ્ત પાલન માટે રાજ્યની શાળા કોલેજોને આદેશ અપાયા છે. શાળાઓમાં કોરોના પોઝીટીવ વિદ્યાર્થીઓની સંખ્યા જૂજ શાળા કોલેજ લેવલે છે. કોરોના કાબૂમાં હોવાનો શિક્ષણ વિભાગનો મત છે. જેથી શાળા અને કોલેજો બંધ થાય તેવી સંભાવના ઘણી ઓછી છે. કોરોના પોઝીટીવ વિદ્યાર્થીઓને તેમના સંસર્ગમાં આવેલા તમામ લોકોને ફરજિયાત હોમ કવોરેન્ટાઇન કરવાથી લઇને અન્ય પગલાં લેવાશે.
4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ 31 માર્ચ સુધી લંબાવાયો
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુની મુદત આજે પુરી થઈ રહી છે ત્યારે કર્ફ્યૂ અને કોરોના અંગે રાજ્ય સરકારની કોર કમિટીની આજે મળનારી બેઠકમાં કર્ફ્યૂની મુદ્દત 31મી માર્ચ સુધી લંબાવવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે કોરોના અંગે પણ સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડી શકે છે. અત્યારે ચાર મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી કરાયેલો છે.
8 વિસ્તારોમાં ખાણીપીણી બજારો બંધ કરાયા
અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે આજે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31