Last Updated on March 17, 2021 by
રાજ્યમાં કોરોનાને લઈને મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ છે તો રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી જવાબદારી સોંપાઇ છે, અમદાવાદની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે તો વડોદરાની જવાબદારી ડૉ. વિનોદ રાવ મિલિંદ તોરવણેને સોંપાઈ છે.
જાણો કયા 4 વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઇ?
અમદાવાદ | ડૉ. રાજીવ ગુપ્તા |
સુરત | એન.થૈન્નારસન |
વડોદરા | ડૉ. વિનોદ રાવ મિલિંદ તોરવણે |
રાજકોટ | રાહુલ ગુપ્તા |
ગુજરાતમાં 2021ના નવા વર્ષમાં જ આજે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસો 1100 ને પાર જતા રહ્યાં છે. ગુજરાતમાં એક વાર ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે આજના એક જ દિવસમાં 1122 કેસ નોંધાયા છે. તો છેલ્લાં 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. એમાંય ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હાલમાં સુરતની છે. સુરતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી. સુરત જિલ્લામાં કેસનો આંકડો 350ને વટાવી ગયો છે. શાળા કૉલેજોમાં જ્યાં સ્થિતિ ગંભીર છે એ બંધ કરવાના આદેશ કરાયા છે. અમદાવાદમાં અચોક્કસ મુદત માટે બાગ-બગીચાં બંધ કરી દેવાયા છે. રાજ્યમાં 3 મહિના પછી ફરી કોરોનાના 1000 કરતા વધુ કેસ નોંધાયા છે. જેમાં સુરત-અમદાવાદમાં સ્થિતિ ગંભીર છે. આજે સુરતમાં 353 કેસ નોંધાયા છે.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવા કોરોનાના કેસનો આકંડો 1122
અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારના રાજ્યમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા 1000 ને પાર ચાલી ગઇ છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવા કોરોનાના કેસનો આકંડો 1122 થઇ ગયો છે. જે વર્ષ 2021નો સૌથી મોટો આંકડો છે. ત્યારે રાજ્યમાં કુલ કેસનો આંકડો હવે 2,81,173 એ પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં લોકોનાં 03 લોકોના મૃત્યુ નિપજ્યાં છે તો રાજ્યમાં કુલ મોતનો આંકડો 4430 એ પહોંચ્યો છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 775 થઇ છે તો ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,71,433 એ પહોંચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં 5310 છે. આજે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ પૈકી ભરૂચમાં 21, મહેસાણામાં 19, જામનગરમાં 19, ખેડામાં 18, પંચમહાલમાં 18, વડોદરામાં 17, ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 24, કચ્છમાં 14, આણંદમાં 13, દાહોદમાં 12, નર્મદામાં 12, સાબરકાંઠામાં 10, છોટાઉદેપુરમાં 9, અમરેલીમાં 8, જૂનાગઢમાં 12, મહીસાગર, મોરબીમાં 8-8, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં 4-4, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ2-2. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 1-1 નોંધાયો છે.
એક જ માસમાં કોરોનાનો આંક 300 હતો તે હવે 1200ને નજીક પહોંચી ગયો
રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ કોરોના કાળમાં નેતાઓ દ્વારા તાયફાઓ કરવામાં આવ્યાં હતાં. તો બીજી તરફ વિશ્વકક્ષાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ બાદ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો એક માસની વાત કરવામાં આવે તો એક જ માસમાં કોરોનાનો આંક જે 300નો હતો તે હવે 1200ને નજીક પહોંચી ગયો છે. ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર તથા વડોદરા જેવા મહાનગરોમાં કોરોના કેસોમાં સતત વધારો થતા મ્યુનિ. તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં કોરોનાના બેડ વધારવાની કવાયત હાથ ધરાઈ રહી છે. તો કોરોનાને ફેલતો અટકાવવા માટે પણ રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 10થી 6 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. તો સુરત જતી એસટી અને ખાનગી બસોને પણ બંધ કરી દેવામાં આવી છે. આ છ મહાનગરોમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણના પગલે વિવિધ વિભાગો કામગીરીમાં લાગી ગયાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31