Last Updated on March 14, 2021 by
કોરોનાના સંક્રમણમાં વધારો થતા કદાચ ફરીથી લોકડાઉન આવી શકે છે. આ વખતે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો કોરોના એક વાર ફરી મોતનું તાંડવ સર્જી શકે છે. કારણ કે, સમગ્ર દેશમાં કોરોનાના કેસો જે રીતે વધી રહ્યાં છે તે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. એટલાં માટે જ નિષ્ણાંતો સૌ કોઇને સાવધ કરી રહ્યાં છે.
21 ફેબ્રુઆરી | 283 કેસ |
25 ફેબ્રુઆરી | 424 કેસ |
5 માર્ચ | 515 કેસ |
9 માર્ચ | 581 કેસ |
13 માર્ચ | 775 કેસ |
સમગ્ર દેશમાં તો પ્રતિદિન 25 હજાર કેસ નોંધાઇ રહ્યાં છે
ચૂંટણીઓ પતી અને ગણતરીના જ દિવસોમાં લુપ્ત થયેલો કોરોના ફરી એવો વકર્યો કે હાલમાં જે સ્પીડે કોરોના વધી રહ્યો છે તે જોતા તો લાગે છે કે, ગત વર્ષ કરતા પણ હવે વધુ વિકટ સ્થિતિ આવી શકે છે. જો કે, તમને જણાવી દઇએ કે, આ તો માત્ર ગુજરાતના જ આંકડાઓ છે. સમગ્ર દેશમાં તો પ્રતિદિન 25 હજાર કેસ નોંધાઇ રહ્યાં છે. એક્ટિવ કેસની સંખ્યા ફરી 2 લાખને પાર થઇ ગઇ છે. એમાં પણ કોરોનાનો નવો સ્ટ્રેન તો પહેલાં કરતા પણ વધારે ઘાતક છે.
જેથી જો હવે સમયસર પરિસ્થિતિને કાબૂમાં ન કરાઇ તો પરિણામ એટલું ખતરનાક આવી શકે છે જેની કોઇએ કલ્પના પણ નહીં કરી હોય. એટલાં માટે જ નિષ્ણાંતો લોકોને સાવધ રહેવા અપીલ કરી રહ્યાં છે.
પહેલાં ચૂંટણી સભાઓ ગજવી અને હવે ક્રિકેટ મેચ યોજાયા બાદ રાજ્યમાં કોરોનાનો તો જાણે કે, રાફડો ફાટ્યો છે. મહારાષ્ટ્રમાં અને કેરળમાં એવી વિકટ સ્થિતી સર્જાઇ છે કે અમુક જિલ્લાઓમાં તો લોકડાઉન પણ કરી દેવાયું છે. ત્યારે જો ગુજરાતમાં પણ કોરોનાના કેસ આ જ રીતે કૂદકે ને ભૂસકે વધે તો લોકડાઉનની સ્થિતિને નકારી શકાય નહીં.
તંત્ર માટે કોરોના જાણે કે સગવડીયો બની ગયો છે, જે ચૂંટણી સમયે ખતમ થઇ ગયો હતો અને ચૂંટણી પૂર્ણ થતા ફરી જીવંત થયો છે. પરંતુ તંત્રની આ રમતમાં ઘણાં લોકોની જિંદગી સાથે ખેલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. એટલાં માટે જ હવે કહીએ છીએ કે, ‘સાવધાન, હજુ પણ સમય છે.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31