GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોનાની રફતાર યથાવત: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયા નવા 2270 કેસ, આટલા લોકોના થયાં છે મોત

Last Updated on March 28, 2021 by

ગુજરાતમાં કોરોનાની રફતાર યથાવત રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 2270 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 8 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં સુરતમાં 3 અમદાવાદ અને રાજકોટમાં 2-2 દર્દીનું જ્યારે વડોદરામાં 1 વ્યકિતનું મોત થયું છે.

આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4492 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 1605 દર્દીઓ સાજા થયા છે, જેની સાથે આજદિન સુધીમાં કુલ 2 લાખ 84 હજાર 846 લોકો કોરોનામુક્ત બન્યા છે.

રાજ્યમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 11 હજાર 528 એક્ટિવ કેસ છે. જ્યારે 152 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં શહેરમા કેટલા કેસ નોંધાયા છે.

જિલ્લાવાર કેસોની સ્થિતી

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ મુજબ છે, જેમાં સુરત કોર્પોરેશનમાં 611, અમદાવાદ કોર્પોરેશનમાં 607, વડોદરા કોર્પોરેશનમાં 202 , સુરત 164,  રાજકોટ  કોર્પોરેશનમાં 159, રાજકોટ 38,  વડોદરા 30,  ભાવનગર કોર્પોરેશન-28, મહેસાણા 26, અમરેલી 24, જામનગર કોર્પોરેશન 24, કચ્છ 23, પાટણ 23, દાહોદ 22, ગાંધીનગર કોર્પોરેશન 22, ખેડા 22, ગાંધીનગર 19, પંચમહાલ 19,  આણંદ 17, નર્મદા 17,  ભરૂચ 16, જામનગર 15, વલસાડ 13, મોરબી 12, નવસારી 12, મહીસાગર 11, સાબરકાંઠા 11, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 10-10  કેસ નોંધાયા હતા.  

રસીકરણની પ્રક્રિયા

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 1,36,737 લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 45,66,141  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,222 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26,396 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33