Last Updated on March 4, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા શહેરની એક બ્રાન્ચ મેનેજર સહિત એક સાથે ૧૩ જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. બેંકમાં એકસાથે આટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તે બ્રાંચ બંધ કરાવાની ફરજ પડી છે.
વડોદરા જિલ્લાના પાદરા નગરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ફરજ બજાવતા 9 કાયમી કર્મચારી અને 4 હંગામી કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
બેંકની કામગીરી બંધ કરવામાં આવી
શાખામાં ચેક ક્લિયરનિંગ અને સરકારી ચલણ સિવાય બધી કામગીરી બંધ કરવામાં આવી છે. બેંકના કામ માટે ગ્રાહકોને બીજી શાખામાં જવા માટે બહાર બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. ગ્રાહકોને અગવડ ઉભી ના થાય તે માટે SBI ની બીજી શાખા અરિહંત કોમ્પ્લેક્ષ ખાતેની શાખા માં સુવિધા ઊભી કરવામા આવી છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧નું મૃત્યુ થયું છે. હાલમાં ૨,૬૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૯ દર્દી વેન્ટિલેટર પર છે. ડાંગ-છોટા ઉદેપુર-સુરેન્દ્રનગર-તાપી એમ ચાર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસ
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૧૧૫-ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૧૭, સુરત શહેરમાંથી ૮૭-ગ્રામ્યમાંથી ૯ સાથે ૯૬, વડોદરા શહેરમાંથી ૮૨-ગ્રામ્યમાંથી ૧૨ સાથે ૯૪ જ્યારે રાજકોટ શહેરમાંથી ૫૭-ગ્રામ્યમાંથી ૮ સાથે ૬૫ નવા કેસ સામે આવ્યા હતા.અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૧૪ સાથે ભાવનગર, ૧૧ સાથે જામનગર, ૧૦ સાથે ગાંધીનગર, ૯ સાથે જુનાગઢ, ૭ સાથે કચ્છ-મહેસાણા, ૬ સાથે ખેડા-પંચમહાલનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
આવી છે ગુજરાતની સ્થિતી
છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક ગુજરાતમાં ૪,૪૧૨ જ્યારે અમદાવાદમાં ૨,૩૧૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૯૮, સુરતમાંથી ૭૨, વડોદરામાંથી ૭૪, રાજકોટમાંથી૩૮ દર્દીઓ સાજા એમ રાજ્યભરમાંથી કુલ ૩૫૮ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૪,૧૯૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૪૦% છે. મંગળવારે કુલ ૩૯૧૭૮ ટેસ્ટ કરવામાં આવતા કુલ ટેસ્ટનો આંક ૧.૧૮ કરોડ છે. હાલમાં ૨૦,૮૫૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. હાલમાં અમદાવાદમાં સૌથી વધુ ૬૮૪ એક્ટિવ કેસ છે. એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૧૯૯૧ એક્ટિવ કેસ હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31