Last Updated on March 22, 2021 by
ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર જગ્યાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તેમજ બાગ-બગીચાઓ અને BRTS બસો પણ બંધ કરી દેવામાં આવી છે. એવામાં મળતા અહેવાલ અનુસાર, રાજ્યના મહાનગરોમાં પોતાના વતનમાંથી શહેરમાં આવેલા લોકો લોકડાઉનના ડરથી ફરીથી લોકો પોતાના પરિવાર તથા સામાન સહિત સ્થળાંતર કરી રહ્યાં છે એવું જાણવા મળી રહ્યું છે. રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને રાજકોટમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે ફરીથી 26 માર્ચથી લોકડાઉન લાદવાની અફવાએ જોર પકડ્યું છે. જેથી ગત સપ્તાહથી જ મજૂરોનું પોતાના વતન તરફ ભાગી રહ્યાં છે. દરરોજના અંદાજે 500 થી 1000 મજૂરો પોતાના વતને પરત ફરી રહ્યાં છે.
લોકોમાં ડર, ગત વર્ષની જેમ જો ગુજરાતમાં ફરીથી લૉકડાઉન લાગી જશે તો ખાવાપીવાના ફાંફાં પડી જશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગયા વર્ષે કોરોનાના વધેલા કેસોને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનના કારણે પ્રવાસી મજૂરોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે ચૂંટણી બાદ ફરીથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાત્રિ કરફ્યુ સહિત મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવાઇ રહ્યાં છે. ત્યારે ફરી વાર રાજ્યમાં લોકડાઉન લાગશે એવી અફવાના ડરથી લોકો ઘરે પરત જવાનો નિર્ણય કરી રહ્યાં છે. તેઓને એવો ડર લાગી રહ્યો છે કે, ક્યાંક ગત વર્ષની જેમ જ જો ગુજરાતમાં ફરીથી લૉકડાઉન લાગી જશે તો ખાવાપીવાના ફાંફાં પડી જશે. એમાંય ખાસ કરીને મજૂરો પોતાના સામાન અને પરિવાર સહિત પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જો કે, આ વખતે હોળી-ધૂળેટીના તહેવારના કારણે ટ્રેનોમાં જગ્યા નથી જેથી લોકોએ બસોનો સહારો લેવો પડી રહ્યો છે.
રાજ્યમાં ફરી વાર લોકડાઉન નહીં લાગે : CM રૂપાણી
જો કે તમને જણાવી દઇએ કે, છેલ્લાં 3 દિવસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 વખત લોકોને રાજ્યમાં ફરીથી લોકડાઉન નહીં લગાવવામાં આવે તેવી જાહેરાત પણ કરી હતી. તેમ છતાં સોશિયલ મીડિયામાં લોકોએ ફેલાવેલી અફવાને કારણે લોકો એમાંય ખાસ કરીને મજૂર વર્ગ પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જો કે, બીજી બાજુ સુરતની પાંડેસરા પોલીસે અફવા ફેલાવવાના આરોપમાં ટ્રાવેલ્સ એજન્સી સાથે જોડાયેલા કેટલાંક લોકોની ધરપકડ પણ કરી હતી.
ગુજરાતમાં લોકડાઉન લાદશે તે વાત તદ્દન ખોટી : સી.આર. પાટીલ
પોલીસે જણાવ્યું હતું કે, ‘હોળીના તહેવારના કારણે ટ્રેનોની સંખ્યામાં ઘટાડો થયો છે, જેના કારણે આવાં લોકો પોતે વધુ કમાણી કરવાના ચક્કરમાં ખોટી અફવાઓ ફેલાવતા હોય છે.’ મુખ્યમંત્રી વિજય રૂપાણી સિવાય ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ એવી સ્પષ્ટતા કરી હતી કે, ‘ગુજરાતમાં લોકડાઉન લાદશે તે વાત તદ્દન ખોટી છે. જેથી લોકોએ શહેર છોડીને ક્યાંય જવાની જરૂર નથી.’ સુરતના પાંડેસરાના બડોદ ગામ ઉપરાંત લિંબાયત, ડિંડોલીથી અંદાજે 30થી વધુ બસો જતી હોય છે જેમાં લોકો બેસીને પોતાના વતન તરફ જઇ રહ્યાં છે એવું જાણવા મળી રહ્યું છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31