GSTV
Gujarat Government Advertisement

વિકટ પરિસ્થિતિ / રાજ્યમાં કોરોના કહેર વચ્ચે હોસ્પિટલો ઊભરાઇ, સુરતમાં સ્થિતિ બની વધુ ચિંતાજનક

Last Updated on April 6, 2021 by

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 1 હજાર 8 દર્દીઓ દાખલ છે. સિવિલમાં કોરોનાથી 4 બાળકોના મોત નિપજતા સ્થિતિ ચિંતાજનક બની છે. યુ.એન મહેતા કિડની અને કેન્સર સહિતની 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે. તો બીજી તરફ મંજુશ્રી મિલમાં આવેલી કિડની હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી શકે છે.

સુરતમાં પણ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓની સંખ્યાથી ઉભરાઇ રહી છે. સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સતત સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના પગલે સુરતથી ખાનગી સરકારી હોસ્પિટલોમાં બેડની અછત ઊભી થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

હાઈકોર્ટે સરકારને રાજ્યમાં 3થી 4 દિવસ કર્ફ્યુ લગાવવાના નિર્દેશ કર્યા

હાઈકોર્ટે સરકારને રાજ્યમાં 3થી 4 દિવસ કર્ફ્યુ લગાવવાના નિર્દેશ આપ્યાં છે. આ સાથે કોર્ટે વિકેન્ડ કર્ફ્યુ મુદ્દે જરૂરી નિર્ણય લેવા સરકારને ટકોર કરી છે. કોર્ટે રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા અને હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી હોવાનું અવલોકન કર્યું છે.

ઓક્સિજનની જરૂરિયાત ત્રણ ગણી વધી

હાલમાં કોરોનાના રેકોર્ડબ્રેક નોંધાતા સામાન્ય દિવસોની સરખામણીએ ઓક્સિજનની જરૂરિયાત ત્રણ ગણી વધી છે. જો કે રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો છે. રાજ્યમાં કેટલીક મોટી કંપનીઓ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જેમાં શ્રીરામ, લિન્ડે, રિલાયન્સ અને આઇનોક્સનો સમાવેશ થાય છે. ઓક્સિજનનો વપરાશ વધતા રિલાયન્સ સિવાયની કંપનીઓએ ઓક્સિજનનો ભાવ ક્યુબિક મીટર દીઠ 2થી 5 રૂપિયા વધારી દીધો છે. રિલાયન્સે છેલ્લાં 3 મહિનાથી ઓક્સિજનનો ભાવ નથી વધાર્યો. ગુજરાત સરકારે ઓક્સિજન બનાવતી કંપનીઓને આદેશ કરીને કુલ સપ્લાય પૈકી 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રને આપવા જણાવ્યું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33