Last Updated on March 18, 2021 by
ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.
બીજી તરફ 8 મહાનગરપાલિકા સિવાયના વિસ્તારો માટે આ નિર્ણય સ્વૈચ્છિક રહેશે. મતલબ કે જો શાળા સંચાલકો અને વાલીઓ ઇચ્છે તો બાળકો ઓફલાઇન શિક્ષણ માટે શાળાએ જઇ શકશે. બીજી તરફ તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે પરીક્ષાનો કાર્યક્રમ નવેસરથી જાહેર કરાશે. આ ઉપરાંત આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઑફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે 8 મહાનગરોની શાળા-કોલેજોમાં ફક્ત ઑનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવામાં આવશે.
- આવતીકાલ ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવામાં આવશે.
- રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા લેવાયો નિર્ણય
- 8 મહાનગરપાલિકા સિવાયની તમામ શાળાઓમાં ઓફલાઈન અને ઓનલાઈન એમ રાબેતામુજબ યથાવત રહેશે.
- શાળા-કોલેજમાં 10 એપ્રિલ સુધી પરીક્ષાઓ મોકુફ
- આ નિર્ણય ફક્ત મહાનગરો માટે જ લાગૂ પડશે
- મહાનગરોની તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રહેશે.
- 10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે
- 8 મહાનગરપાલિકામાં યુનિવર્સિટીમાં પરીક્ષાઓ મોકુફ
- પીજીની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે
- 8 મહાનગર સિવાય તમામ જગ્યાએ અગાઉના નિયમ મુજબ શિક્ષણકાર્ય ચાલુ રહેશે.
- માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં મહાનગરપાલિકામાં પણ શિક્ષણકાર્ય બંધ રહેશે.
- હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.
- પરીક્ષાનો નવો કાર્યક્રમમાં આગળની પરિસ્થિતી જોતા નિર્ણય લેવાશે.
આજે શિક્ષણ વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 10મી એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કેસો વધતાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. તમામ ધોરણના છાત્રોને ઓનલાઈન ભણાવવામાં આવશે. કોરોના વકરતાં સ્કૂલ અને કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સ્કૂલમાં બાળકો એકસાથે ભણતાં તેમજ મસ્તી કરતાં હોય છે, ત્યારે જો કોઈ એકમાં પણ કોરોનાનાં લક્ષણો જણાય તો અન્ય પણ સંક્રમણનો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહ્યો હતો અને એ જ કારણે સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા
ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે
ગુજરાતમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં નાગરિકોમાં ફરી એક વખત લોકડાઉન લાગુ થવાને લઇને આશંકા જોવા મળી રહી હતી પરંતુ મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સરકારે લીધેલા પગલાંઓની માહિતી આપી છે. આ દરમ્યાન સીએમ રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઇ વિચારણા નથી. આથી લોકો લોકડાઉનને લઇને કોઇ ભય કે આશંકા ન રાખે.
કોરોનાના કેસો વધતાં લેવાયો નિર્ણય
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં એક મહિના પહેલા શરુ થયેલી સ્કૂલો અને કોલેજો બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી. જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી આપી હતી ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યો છે. ગઈકાલે કોરોનાના કેસ 1100ની નજીક પહોંચી ગયા છે. અમદાવાદ, વડોદરા અને સુરતની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. કોરોનાના કેસ વધતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 20 દિવસ સ્કૂલ બંધ રાખવા માંગ કરાઈ હતી. અત્યાર સુધી સ્કૂલમાં 400 કરતા વધુ કોરોના કેસ નોંધાયા હોવાનો વાલીમંડળે આક્ષેપ કર્યો હતો.
શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. વડોદરા શહેરમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે અને કોરોનાના સંક્રમણમાં ભારે વધારો થયો છે.આ વખતે કોરોના સંક્રમણમાં સ્કૂલો પણ સપડાઈ ચુકી છે. કારણકે ગયા મહિનાથી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરુ થયુ છે. મળતી વિગતો પ્રમાણે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી મધર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓને પણ કોરોના થયો છે.જેના કારણે સ્કૂલમાં શિક્ષણકાર્ય બંધ કરાયુ છે. ડીઈઓ કચેરીના સૂત્રોએ કહ્યુ હતુ કે, મધર્સ સ્કૂલના સંચાલકોને ૧૩ માર્ચ, શનિવારે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાની જાણ થઈ હતી.આ પૈકી એક વિદ્યાર્થી સ્કૂલે આવતો હતો અને બીજા ત્રણ વિદ્યાર્થીએ સ્કૂલે આવવાનુ બંધ કર્યુ હતુ. આમ ચાર વિદ્યાર્થીઓને કોરોના થયા બાદ સ્કૂલમાં શિક્ષણકાર્ય બંધ કરાયુ છે અને હવે સ્કૂલે ૧૯ માર્ચથી પરીક્ષા માટે જ વિદ્યાર્થીઓને બોલાવવાનુ નક્કી કર્યુ છે.
નેતાઓ અને જીસીએના પાપે આજે રાજ્યમાં કોરોના વકર્યો
રાજ્યભરમાં ચૂંટણીઓના તામજામ ટી -20 મેચમાં ભારે ભીડ બાદ હવે કોરોના વિસ્ફોટ થયો છે અને જે તે સમયે થતી ભીડમાં નિંભર સુઈ રહેતુ તંત્ર આજે સામાન્ય,નાના નોકરીયાત વર્ગ, ધંધાદારી વર્ગની ચિંતા વગર રાતોરાત નવા નિયમો દાદી રહ્યુ છે અને તેનો ભોગ સામાન્ય જનતાને થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષો કોવિડના નિયમોને જાણે ઘોળીને પી ગયા હોત તેમ પ્રચારમાં વ્યસ્ત બન્યા એટલુ જ નહી. ગઈકાલ સુધી વિવિધ વરણી સમયે પણ કોવિડના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા રહ્યા. તો બીજીતરફ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ મોદી સ્ટેડિયમમાં પણ લોકોની ભેગી થયેલી ભીડ રાજ્યમાં કોરોના વિસ્ફોટનું કારણ બની હોય તેમ દેખાય છે. નેતાઓ અને જીસીએના પાપે આજે રાજ્યમાં કોરોના વકર્યો છે. તંત્રના પાપે આજે પ્રજાની ખો નીકળી રહી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31