Last Updated on March 12, 2021 by
ગુજરાતમાં એક વાર ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. એટલે કે છેલ્લાં કેટલાંય દિવસથી ચૂંટણી પત્યા બાદ રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે આજ રોજ શુક્રવારના આંકડાની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 715 કેસો સામે આવ્યા છે. તો 495 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોનાની સામે સાજા થવાનો દર 96.95 ટકા થયો છે. આજે કુલ 1,49,640 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સુરતમાં કોરોના વધુ ને વધુ વકરી રહ્યો છે
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની જો વાત કરીએ તો હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4006 છે જેમાં વેન્ટિલેટર પર 51 અને સ્ટેબલ દર્દીઓની સંખ્યા 3955 છે. જ્યારે આજના દિવસે કુલ 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4420 લોકોના મૃત્યુ થયાં છે. આજ રોજ થયેલાં 2 લોકોના મોતમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને 1 સુરત કોર્પોરેશનમાં એમ કુલ 2 લોકોના મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં સુરતમાં કોરોના વકરી રહ્યો છે. સુરતમાં 196 કેસ નોંધાયા તો અમદાવાદમાં 145 અને વડોદરામાં 117 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં 18 લાખ 38 હજાર 382 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ
અત્યાર સુધી રાજ્યમાં કુલ 18,38,382 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,61,434 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,10,130 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી વેક્સિનના કારણે એક પણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા નથી મળી. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1.49 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31