GSTV
Gujarat Government Advertisement

Big News : કોરોનાનું સંક્રમણ વધતા ખાનગી હોસ્પિટલના MOU રદ્દ, આવતીકાલથી સ્પોર્ટ્સ કલબ, ગેમ ઝોન, જીમ બંધ કરવા AMCનો નિર્ણય

Last Updated on March 17, 2021 by

સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં AMC એ આવતી કાલથી અમદાવાદમાં AMTS અને BRTS ની સેવા અચોક્કસ મુદ્દત સુધી બંધ કરાયા બાદ હવે ખાનગી તેમજ સરકારી જીમ, પોસ્ટ, ક્લબ તેમજ ગેમિંગ ઝોન પણ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. આ સાથે જ AMCએ કોરોનાની સારવાર માટે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલો સાથેના MoU પણ રદ કરી દીધા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યાં છે પરંતુ હવે સ્વ ખર્ચે દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે અથવા તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે, ‘સરકારે AMCને ખાનગી હોસ્પિટલો સાથે કોરોનાની સારવાર માટે ટાઈઅપ કરવાની ઘસીને ના પાડી દીધી છે. ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ચૂકવાયેલા કરોડો રૂપિયા અને ખાનગી હોસ્પિટલો સામે મળેલી ફરિયાદોથી પણ સરકાર નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.’

રાત્રિ કરફ્યૂનો સમયગાળો પણ બે કલાક વધારી દેવાયો

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યુ છે. રાત્રિ કરફ્યૂના સમયમાં વધારા ઉપરાંત અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય 18 તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. ઉલ્લેખનિય છે કે અગાઉ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હવે રાત્રિ કરફ્યૂનો સમયગાળો પણ બે કલાક વધારી દેવાયો છે.

સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરવામાં આવ્યું

રાજકોટમાં કોરોના ટેસ્ટ વધારવા સુચનાઓ આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ સામાન્ય જનતાને મનપા દંડ કરવા નિકળ્યું હતુ. મનપાના ડેપ્યુટી કમિશનર એ.કે.સિંઘ દંડા સાથે ચાની લારીઓ, પાનના ગલ્લા સહિત દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું. જ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે તો પાલન કરવા સુચના આપી હતી. સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા પાલિકા એક્શનમાં આવી છે. સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરવામાં આવ્યું. સુરતમાં પ્રતિદિવસ વધતા કોરોનાના કેસોને લઈ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુતના ઉધના, લીંબાયત સહિત રાંદેર ઝોનમાં પ્રતિદિવસ કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. જેના લીધે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ માટે ફરી લાઈનો લાગી છે. ગત દિવાળી બાદ કોરોના ટેસ્ટીંગ માટે લાંબી લાઇનો લાગી હતી જે હવે ફરી જોવા મળી હતી.

ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ

રાજ્યમાં કોરોનાને લઈને મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ છે તો રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી જવાબદારી સોંપાઇ છે, અમદાવાદની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે તો વડોદરાની જવાબદારી ડૉ. વિનોદ રાવ મિલિંદ તોરવણેને સોંપાઈ છે.

સમગ્ર ગુજરાતમાં કુલ 4430 જેટલા લોકો કોરોનાથી મોતને ભેટયા

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. તમામ નિયમોને નેવે મૂકાયા બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે એમ કહીએ કે વર્ષ 2021માં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજના એક જ દિવસમાં 1122 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. જેથી આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4430 જેટલા લોકો કોરોનાથી મોતને ભેટયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 775 દર્દીઓ સાજા થતા આજ દિન સુધીમાં કુલ 2 લાખ 71 હજાર 433 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો જે રીતે રાફડો ફાટયો છે તેના કારણે સૌ કોઇની ચિંતા વધી છે. ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હાલમાં સુરતની છે. સુરતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી. સુરત જિલ્લામાં કેસનો આંકડો 350ને વટાવી ગયો છે. શાળા કૉલેજોમાં જ્યાં સ્થિતિ ગંભીર છે એ બંધ કરવાના આદેશ કરાયા છે. અમદાવાદમાં અચોક્કસ મુદત માટે બાગ-બગીચાં બંધ કરી દેવાયા છે. રાજ્યમાં 3 મહિના પછી ફરી કોરોનાના 1000 કરતા વધુ કેસ નોંધાયા છે. જેમાં સુરત-અમદાવાદમાં સ્થિતિ ગંભીર છે. આજે સુરતમાં 353 કેસ નોંધાયા છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33