Last Updated on March 19, 2021 by
ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,406 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 948 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,73,280 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,84, 482 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 6147 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર 67 દર્દીઓ છે જ્યારે 6080 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,73,280 છે તો કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 3 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 1, રાજકોટમાં 1 અને સુરેન્દ્રનગરમાં પણ 1 એમ કુલ 4 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
જાણો રાજ્યમાં આજે કયા શહેરમાં કેટલાં કેસ નોંધાયા અને કેટલાં લોકો ડિસ્ચાર્જ થયાં?
જાણી લો ક્યાં છે કેટલા કેસ
રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ મુજબ છે, જેમાં સુરત કોપોરેશન 349, અમદાવાદ કોર્પોરેશન 335, વડોદરા કોર્પોરેશન 127, રાજકોટ કોર્પોરેશન 115, સુરત 101, ભાવનગર કોર્પોરેશન 32, મહેસાણા 26, ખેડા 24, પંચમહાલ 20, વડોદરા 19, ભરૂચ 18, જામનગર કોર્પોરેશન 18, સાબરકાંઠા 18, કચ્છ 17, રાજકોટ 17, ગાંધીનગર કોર્પોરેશન 15, નર્મદા 15, છોટા ઉદેપુર 14, આણંદ 12, દાહોદ 12, ગાંધીનગર 12, મહીસાગર 12, જુનાગઢ કોર્પોરેશન 11, જામનગર 10, પાટણ 10, અમદાવાદ 9, અમરેલી 9, બનાસકાંઠા 5, મોરબી 5, નવસારી 4, સુરેન્દ્રનગર 4, વલસાડ 4, અરવલ્લી 3, ગીર સોમનાથ 3, પોરબંદર 3, ડાંગ 2, દેવભૂમિ દ્વારકા 2, તાપી 2, જુનાગઢ 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 2,45,406 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 26,41,905 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,84,482 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
સુરતમાં આજે કાપડ માર્કેટ તેમજ હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો
સુરતમાં કોરોના સંક્રમણ વધતા જ તાજેતરમાં જ ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કાપડ માર્કેટને લઇને લેવાયેલા મહત્વના નિર્ણય બાદ વધુ એક મહત્વનો નિર્ણય શહેરમાં લેવાયો છે. સુરતમાં શનિ-રવિ કાપડ માર્કેટ બંધ રાખવાના નિર્ણય બાદ હવે સુરતમાં સતત વધતા જતા કોરોનાના કેસોને લઇને બે દિવસ હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તારીખ 20થી 21 એમ બે દિવસ સુધી હીરા બજાર બંધ રાખવાની મહત્વની જાહેરાત કરાઇ છે.
સુરતમાં શનિ-રવિ તમામ મોલ બંધ રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં પણ હવે આજ રોજ શુક્રવારથી રાત્રિ કરફ્યુનો સમય લંબાવીને રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કરી દેવાયો છે. આ ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ સુરતમાં આવેલાં તમામ મોલ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના પોલિસ કમિશ્નર અજય તોમર તથા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ સિવાય આજ રોજથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઈટ પર મૂકવામાં આવશે.
રાજકોટમાં આવતી કાલથી બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ કરવાનો નિર્ણય
રાજકોટમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સફાળા જાગેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના કેસોને રોકવા માટે ધડાધડ નિર્ણય લેવા માંડ્યા છે. રાજકોટમાં વધતા કેસને રોકવા માટે શનિવાર ને આવતી કાલથી બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ કરવાનો નિર્ણય લીધો છે. હારશે કોરોના, જીતશે ગુજરાત, જીતશે રાજકોટના મોટા મોટા નારાઓને કોરોનાના નવા રાઉન્ડે ઉલટાવી નાંખ્યા છે. દિવાળી પછીની ભીડ બાદ ચૂંટણી ટાણે સભાઓ, રેલીઓ, મેળાવડાંમાં ગઈકાલ સુધી નેતાઓના નિયમભંગ અને ભીડના દ્રશ્યો અને તેનાથી પ્રેરણા લઈને લોકોએ પણ લીધેલી છૂટછાટનું પરિણામ આજે કોરોનાએ જાહેર કર્યું છે. કેસો વધીને આજે ૯૮એ પહોંચ્યા હતા અને ફરી રાજકોટ કોરોનાગ્રસ્ત બની ગયું છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31