Last Updated on March 30, 2021 by
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે હવે મોતનો આંકડો પણ ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે આજ રોજ મંગળવારના છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,88,565 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.
ગુજરાતમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસો છે તો વેન્ટીલેટર પર 147 દર્દીઓ છે જ્યારે 12,116 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,88,565 છે તો કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 10 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 5 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 એમ કુલ 10 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
IIM અને GTU માં કોરોનાએ મચાવ્યો કહેર
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે શૈક્ષણિક સંસ્થાનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એમાંય અમદાવાદ અને સુરતમાં તો કોરોનાના સૌથી વધારે કેસો નોંધાતા તંત્ર વધારે ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. હાલમાં IIM માં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે IIM માં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 એ પહોંચી છે. ત્યારે હવે અમદાવાદ GTU માં પણ કોરોના બ્લાસ્ટ થયો છે.
જાણો રાજ્યમાં ક્યાં કુલ નવા કેટલાં કેસ?
વિધાનસભા ગૃહમાં પણ કોરોનાનો ખૌફ, માત્ર 30 દિવસમાં જ 12 ધારાસભ્યો પોઝિટિવ
ગુજરાત રાજ્યમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ પાટનગર સચિવાલય ખાતે વિધાનસભા બજેટ સત્રના સમાપનને આડે હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ ઉપરાંત આ પહેલા પણ નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરના પોઝીટીવ આવતા ફફડાટ મચ્યો છે.દુષ્યંત પટેલને કોરોના આવ્યાની જાણકારી બાદ ભાજપના 15-20 સભ્યોની ગૃહમાં ગેરહાજરી જણાઈ હતી. અત્યાર સુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે. આજે સા.ન્યાય અધિકારિતા મંત્રી ક્વોરન્ટાઇન પૂરો કરીને ગૃહમા આવ્યા છે.