GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં કોરોના સંક્રમણ યથાવત/ આજ રોજ નોંધાયેલા વઘુ 2252 કેસો સામે કુલ મૃત્યુઆંકમાં વધારો

Last Updated on March 29, 2021 by

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોના વકર્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના આંકડાઓ જોતા રાજ્યમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 2252 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 8 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4500 એ પહોંચ્યો છે. જો કે પાછલા બે દિવસો કરતા કોરોનાના કેસોમાં અંશતઃ ઘટાડો થયો છે. તો સામે રિક્વરી રેટમાં સામાન્યતઃ વધારો જોવા મળ્યો છે…જો કે રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.

આજે રાજ્યમાં વધુ 1731 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,86,577 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.54 ટકા છે.

May be an image of text

ગુજરાતમાં હાલમાં કુલ 12,041 એક્ટિવ કેસો છે તો વેન્ટીલેટર પર 149 દર્દીઓ છે જ્યારે 11892 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,86,577 છે તો કુલ મૃત્યુઆંક 4500 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 8 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3, પંચમહાલમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 એમ કુલ 8 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

આજ રોજ નવા નોંધાયેલા કેસોમાં સુરતમાં 650 કેસ, અમદાવાદમાં 612 કેસ તો વડોદરામાં 236 અને રાજકોટમાં 242 નવા કેસો સામે આવ્યાં છે. ત્યારે અહીં જોઇશું કે કયા જિલ્લામાં કેટલાં કેસો નોંધાયા…

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33