GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોના ફુલ્યો ફાલ્યો : આજે વધુ નવા કેસનો આંક પહોંચ્યો 2000ની નજીક, સુરતમાં મચાવ્યો હાહાકાર

Last Updated on March 25, 2021 by

ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં કોરોનાના આંકડાએ ભયનો માહોલ ઊભો કરી દીધો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1961 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 7 લોકોના મોતથતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4473 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,90,720 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1405 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.29 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,64,161 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,21,158 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 44,85,319 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.

ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 9372 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર 81 દર્દીઓ છે જ્યારે 9291 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,80,285 છે તો કુલ મૃત્યુઆંક 4473 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 7 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 4, મહીસાગરમાં 2 એમ કુલ 7 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33