Last Updated on April 9, 2021 by
ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અધધ કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4500 થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના પણ ચોંકાવનારા આંકડા આજે સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 4541 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 42 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4697 એ પહોંચ્યો છે.
જ્યારે આજ રોજ છેલ્લાં 24 કલાકમાં 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ અત્યાર સુધી 3,09,626 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.87 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 22,692 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 187 લોકો વેન્ટિલેટર પર છે અને 22,505 લોકો સ્ટેબલ છે. 3,09,626 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4697 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 42 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3 એમ આજ રોજ નવા 42 લોકોનાં મોત નિપજ્યાં છે.
જાણો ક્યાં નવા કેટલાં કેસ અને કેટલાં લોકો થયાં ડિસ્ચાર્જ?
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31