GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોનાના કેસ બેકાબુ : આજે વધુ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, સુરતમાં મોતનો ચોંકાવનારો આંકડો

Last Updated on April 4, 2021 by

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 2875 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે છતાં કોઇ પણ રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. રાજ્યમાં આજ રોજ વધુ 2875 નવા કોરોનાના કેસો નોંધાયા છે તો બીજી બાજુ 2024 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 2,98,737 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.81 ટકાએ પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 64,89,441 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,83,043 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થઇ ચૂક્યું છે. જેથી કુલ 72,72,484 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષનાં કુલ 2,28,674 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 17,362 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 15,135 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 163 લોકો વેન્ટિલેટર પર છે અને 14,972 લોકો સ્ટેબલ છે. 2,98,737 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4566 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 14 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.

જાણો આજે ક્યાં કેટલાં કેસો નોંધાયા, કેટલાં ડિસ્ચાર્જ થયાં અને કેટલું રસીકરણ કરાયું?

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33