GSTV
Gujarat Government Advertisement

કોરોના ક્યાં જઇને અટકશે! આજ રોજ ફરી નોંધાયા નવા 2410 કેસ, રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાયા આ જિલ્લામાં

Last Updated on April 1, 2021 by

ગુજરાતમાં કોરોના વાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે રાજ્યના મહાનગરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ રાજ્યમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં વધુ જોવા મળી રહ્યાં છે. ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધતા ગ્રામ્યજનો પણ હવે ચિંતામાં મૂકાઇ જતા રાજ્યમાં આણંદ જિલ્લાના મલાતજ ગામમાં તો ગ્રામ પંચાયત દ્વારા 15 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસોમાં વધારો થતાં મલાતજ ગામમાં લોકડાઉન આપવામાં આવતા ગામમાં બજારો તેમજ દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી. તો બીજી બાજુ સુરત, અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ કોરોનાએ ફફડાટ મચાવી દીધો છે.

આજ રોજ છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 2410 કેસો નોંધાયા છે જ્યારે નવા 9 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4528 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2015 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,92,584 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.35 ટકા છે.

May be an image of one or more people, people standing and text that says "GSTV IIFEAUT ગુજરાતમાં કોરોનાના કેસનો આંક ૪૧૦એ પહોંચ્યો, સુરતમાં કેસ ઘટયા અમદાવાદમાં ૬૨૬ કેસ નોંધાયા, વડોદરા અને રાજકોટમાં પણ કેસનો આંક ઊંચકાયો, વડોદરામાં ૩૬૩, રાજકોટમાં 2૨૩ કેસ, ૧૫૫ દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર પર, એક્ટિવ કેસનો આંક ૧૨,લલ૬એ પહોંચ્યો, રાજ્યમાં ૪.૫૪ લાખ લોકોને અપાઈ રસી gstv.in"

ગુજરાતમાં હાલમાં કુલ 12,996 એક્ટિવ કેસો છે તો હાલમાં વેન્ટીલેટર પર 155 દર્દીઓ છે જ્યારે 12,841 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,92,584 છે તો કુલ મૃત્યુઆંક 4528 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 9 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 અને ભાવનગરમાં પણ 1 દર્દીઓ એમ કુલ 9 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

વડોદરા IT વિભાગમાં 40 કર્મચારીઓ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ

અમદાવાદ, સુરતમાં રોજબરોજના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટ અને વડોદરા પણ કોરોનાના ભરડામાં આવી ગયું છે. ત્યારે ગઇ કાલે બુધવારના રોજ અમદાવાદમાં નવા 620 કેસ, સુરતમાં 744 નવા કેસ, રાજકોટમાં નવા 208 કેસ અને વડોદરામાં 341 નવા કેસ નોંધાયા છે. ત્યારે વડોદરામાં ફરી કોરોનાનો વિસ્ફોટ થતા શહેરના આવકવેરા વિભાગમાં કોરોનાનો કહેર સર્જાઇ ગયો છે. આવકવેરા વિભાગનાં વધુ 15 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી આવતી કાલ (શુક્રવાર) થી ત્રણ દિવસ માટે આવકવેરા ઓફીસ બંધ રહેશે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 40 કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે.

વડોદરાની SSG હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં 8 બાળકો કોરોનાથી સંક્રમિત

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોનાની મહામારી વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યાં છે. વડોદરાની SSG હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં 8 બાળકો કોરોનાથી સંક્રમિત થતાં તંત્રમાં દોડધામ મચી છે. બીજી તરફ શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ 25 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. હોસ્પિટલ દ્વારા બાળકો માટે અલગથી આઇસોલેશન સુવિધા ઉભી કરાઇ છે. પરંતુ હવે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થતાં મેડિકલ જગત માટે મોટો પડકાર ઉભો થયો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33