Last Updated on March 19, 2021 by
દેશમાં જીવલેણ કોરોનાનાં કેસ ફરીથી વધી રહ્યા છે, નવા કેસ પર નજર કરીએ તો મહારાષ્ટ્રની પરિસ્થિતી ચિંતાજનક બની છે, મોડી સાંજે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા પર એક નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં આજે 25,833 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં પાટનગર મુંબઇમાં પણ આજે સૌથી વધુ 2,788 નવા કેસ નોંધાયા છે.
મુંબઇમાં પણ આજે સૌથી વધુ 2,788 નવા કેસ નોંધાયા
આ સાથે જ રાજ્યમાં કુલ કેસ 23,96,340 થઇ ચુક્યા છે, જ્યારે આજે 58 કોરોના દર્દીઓનાં મોત થયા છે, તથા અત્યાર સુધીમાં 53,138 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, રાજ્ય સરકાર કોરોનાનાં ટેસ્ટ માટે નવા કેસ ટેસ્ટીંગ સેન્ટર ઉભા કરી રહી છે.
Maharashtra reports 25,833 new #COVID19 cases, 12,764 discharges and 58 deaths in the last 24 hours
— ANI (@ANI) March 18, 2021
Total cases: 23,96,340
Total discharges: 21,75,565
Active cases: 1,66,353
Death toll: 53,138 pic.twitter.com/wFrIFtp73T
વડાપ્રધાન સાથે યોજાયેલી વિડિયો કોન્ફરન્સ દરમિયાન મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ભરોસો વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ફેલાઇ રહેલા કોરોનાને રોકવા માટે છેલ્લા એક વર્ષથી કઠોર પગલા લઇ રહ્યા છિએ, હવે જોવાનું છે તેમના પ્રયાસો કેટલા સફળ થાય છે. નાગપુર અને પુના જેવા શહેરોમાં વધતા કોરોનાને કારણે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે, થાણે, કલ્યાણ અને ડોમ્બિવલીમાં હજી સુધી કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા નથી.
નાગપુર અને પુના જેવા શહેરોમાં વધતા કોરોનાને કારણે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
છેલ્લા કેટલાક દિવસોમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં થાણે, કલ્યાણ અને ડોમ્બિવલીમાં કોરોના દર્દીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. તેનાથી વિપરિત, સતત વધી રહ્યા છે. ગુરુવારે થાણેમાં ૪૨૧ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે કલ્યાણ-ડોમ્બિવલીમાં ૫૬૫ નવા દર્દીઓ મળી આવ્યા હતા. પરિણામે, આ ત્રણ શહેરોમાં જ દર્દીઓની સંખ્યા એક હજાર સુધી પહોચી છે જ્યારે જીલ્લા માં મળેલા પેશંન્ટોની સંખ્યા ૧૬૩૬ થઈ છે અને જીલ્લા માં સાત પેશન્ટ નાં મૃત્યુ થયાં છે.
થાણે, કલ્યાણ અને ડોમ્બિવલીમાં હજી સુધી કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા નથી
જોકે, થાણે, કલ્યાણ અને ડોમ્બિવલીમાં હજી સુધી કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા નથી. તેથી ઘણા લોકો માસ્ક વિના દરરોજ નજરે પડે છે. બજારોમાં સામાજિક અંતરના નિયમોનો અભાવ હોય છે. લોકોના મનમાં કોરોનાનો ડર ઓછો થઈ ગયો છે અથવા લોકો પ્રતિબંધોનું પાલન કરવામાં અચકાતા હોય છે.
કલ્યાણથ દર્દીઓની વધતી સંખ્યાને કારણે કલ્યાણ-ડોમ્બિવલીના કમિશનરે નિયમો જાહેર કર્યા છે. આ મુજબ, ૫૦ લોકો લગ્ન સમારોહમાં ભાગ લઈ શકે છે અને ૨૦ લોકો અંતિમવિધિમાં ભાગ લઈ શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31