GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં આજે વધુ નવા 26 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ, જાણો કયા વિસ્તારો દૂર કરાયા

Last Updated on March 26, 2021 by

ગુજરાતમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. રોજબરોજના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત અને અમદાવાદમાં આજે ફરી કોરોનાના કેસોએ માઝા મૂકી છે. ત્યારે સુરતમાં 745 અને અમદાવાદમાં 613 કોરોનાના નવા કેસ નોંધાતા સુરત અને અમદાવાદનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે AMC વિભાગ સતત એલર્ટ પર છે. ત્યારે તંત્ર દ્વારા શહેરના કેટલાંક વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવે છે.

એવામાં આજ રોજ અમદાવાદમાં વઘુ નવા 26 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે 3 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યાં છે. ત્યારે તમને જણાવી દઇએ કે, હાલમાં કુલ 228 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે અમલમાં છે. ત્યારે હવે નવા વધુ 26 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાતા અને 3 વિસ્તારોને દૂર કરાતા અમદાવાદમાં હવે નવા 251 વિસ્તારો અમલમાં છે.

વધુ નવા 6 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4479

ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના આંકડાઓ દિન-પ્રતિદિન સતત વધતા જઇ રહ્યાં છે. ત્યારે આખરે આજે શુક્રવારના રોજ કોરોનાના નવા કેસોએ 2000નો આંક વટાવી દીધો છે. આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ નવા 2190 કેસો સામે આવ્યાં છે જ્યારે આજે વધુ નવા 6 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4479 એ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,29,051 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1422 દર્દીઓ સાજા થયા. આમ,અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.07 ટકા છે.

ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 10,134 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર હાલમાં 83 દર્દીઓ છે જ્યારે 10,051 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,81,707 છે તો કુલ મૃત્યુઆંક 4479 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 6 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 4 અને રાજકોટમાં 1 એમ કુલ 6 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33