Last Updated on February 24, 2021 by
રાજ્યની 6 મહાપાલિકામાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થવાની શક્યતા છે. કારમી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી છે. કોંગ્રેસ પક્ષમાં બે નામો પ્રબલ દાવેદાર છે. જેમાં અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકીમાંથી એક ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે. તો બીજી તરફ પુંજા વંશ અને શૈલેષ પરમારમાંથી એક ધારાસભ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા બની શકે છે.
બીજી તરફ પુંજા વંશ અને શૈલેષ પરમારમાંથી એક ધારાસભ્ય
હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટી યથાવત રાખી શકે છે. મળતી માહિતી પ્રમાણે પ્રભારી રાજીવ સાતવથી હાઇકમાન્ડ નારાજ છે. જેથી આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળશે છે. રાજીવ સતાવનું હાઇકમાન્ડે રાજીનામુ માંગ્યું હોવાની પણ ચર્ચા ચાલુ થઈ છે.
રાજ્યની 6 મહાપાલિકામાં કોંગ્રેસને મળેલી હાર બાદ કોંગ્રેસમાં થશે મોટા ફેરબદલ
ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતા બદલાઈ શકે છે
અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકીમાંથી એક બની શકે છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ
પુંજા વંશ અને શૈલેષ પરમારમાંથી એક નેતાને મળી શકે છે વિધાનસબામાં વિપક્ષના નેતાની કમાન
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવથી હાઈકમાન્ડ નારાજ