GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં, વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા થયા સંક્રમિત

Last Updated on April 4, 2021 by

ગુજરાતમાં રોજબરોજ સતત કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે કોરોનાએ ના તો રાજનેતાઓને બાકાત રાખ્યાં છે, ના તો બોલીવુડના કલાકારો કે ના તો ખેલાડીઓ. ત્યારે ગુજરાતમાં વધુ એક નેતા કોરોનાની ઝપેટે ચડી ગયા છે. રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવાની પણ અપીલ કરી છે. હાલમાં તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે.

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ

ઉલ્લેખનીય છે કે, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોનાથી સંક્રમિત થતાં તેઓ અમદાવાદ સ્થિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. ભરતસિંહ ડાભીએ 10 દિવસ પહેલાં જ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. બીજી બાજુ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના સામાન્ય લક્ષણો જણાવતા રિપોર્ટ કરાવ્યો હતો. જ્યાર બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આજ રોજ રાજ્યમાં વધુ 14 લોકોનાં મોત

અત્રે નોંધનીય છે કે, આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 2875 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે છતાં કોઇ પણ રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. રાજ્યમાં આજ રોજ વધુ 2875 નવા કોરોનાના કેસો નોંધાયા છે તો બીજી બાજુ 2024 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 2,98,737 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.81 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 15,135 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 163 લોકો વેન્ટિલેટર પર છે અને 14,972 લોકો સ્ટેબલ છે. 2,98,737 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4566 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 14 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33