GSTV
Gujarat Government Advertisement

ક્યાં છે ગુજરાતનો વિકાસ! : પ્લોટ-શેડમાં ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને રસ નથી, ઔદ્યોગિક વસાહતો ખાલીખમ

Last Updated on March 10, 2021 by

કોરોના વાયરસને પગલે મોટાભાગના ધંધા-ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડયો છે અને હજુ પણ મંદીની મારમાંથી બેઠા થઇ શક્યા નથી. ગુજરાતમાં જ ઔદ્યોગિક વસાહતોમાં ૮,૫૩૯ પ્લોટ અને ૪૯૦ શેડ ખાલી પડેલા છે જ્યારે ૨,૨૦૩ ઉદ્યોગો બંધ હાલતમાં છે.

વિધાનસભામાં ગુજરાત સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ૮૫૩૯ પ્લોટ ખાલી પડયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨,૬૭૦-ભરૃચમાં ૧,૭૨૯-જામનગરમાં ૫૩૬-રાજકોટમાં ૩૫૭-પંચમહાલમાં ૩૪૯-પાટણમાં ૩૨૯-મહેસાણામાં ૩૦૨-દાહોદમાં ૨૭૩-સુરતમાં ૨૭૧ અને ગાંધીનગરમાં ૨૪૬ પ્લોટ ઔદ્યોગિક વસાહતોમાં ખાલી છે.

ઔદ્યોગિક વસાહતોમાં બંધ પડેલા ઉદ્યોગોની સંખ્યામાં સતત વધારો

બીજી તરફ ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા શેડની સંખ્યા ૪૯૦ છે. જેમાં મહેસાણામાં સૌથી વધુ ૧૩૬-રાજકોટમાં ૧૨૭-બનાસકાંઠામાં ૪૬-સુરેન્દ્રનગરમાં ૪૪નો સમાવેશ થાય છે. અમદાવાદના ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા પ્લોટની સંખ્યા ૪૦ છે.

ઔદ્યોગિક વસાહતોમાં બંધ પડેલા ઉદ્યોગોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને હાલમાં તેનો આંક ૨,૨૦૩ છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૨૯, સુરતમાં ૧૮૦, ભરૃચમાં ૧૭૮, કચ્છમાં ૧૬૬, ભાવનગરમાં ૧૫૮, રાજકોટમાં ૧૫૪, વડોદરામાં ૧૪૦, ગાંધીનગરમાં ૧૨૫, પોરબંદરમાં ૧૧૦નો સમાવેશ થાય છે. કોંગ્રેસના આક્ષેપ અનુસાર રાજ્ય સરકારની નાના અને મધ્યમ ઉદ્યોગ વિરોધી નીતિઓને કારણે જીઆઇડીસીઓમાં આવેલા પ્લોટ-શેડમાં ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને રસ નથી.

gujarat vidhan sabha

દેવું કરીને ઘી પીવા જેવો ઘાટ

વિકસીત રાજ્ય ગુજરાતના જાહેરદેવામાં વધારોને વધારો થઇ રહ્યો છે. ભાજપના રાજમાં પ્રત્યેક ગુજરાતીના માથે અંદાજે રૂા.53 હજારનું દેવુ છે જયારે ગુજરાત રાજ્યનું જાહેરદેવું પણ વધીને રૂા.2,67,650 કરોડ સુધી થયું છે.

ગુજરાત વિધાનસભામાં સરકારે જાહેર દેવાના આંકડા રજૂ કર્યાં છે તે મુદ્દે વિપક્ષે એવી પ્રતિક્રિયા આપી છે કે, ભાજપ સરકાર ગુજરાતને દેવાળિયું રાજ્ય બનાવી દેશે. એક બાજુ ભાજપ સરકાર વિકાસના બણગાં ફુંકી રહી છે ત્યારે બીજી બાજુ, દેવુ કરીને ઘી પીવા જેવો ઘાટ સર્જાયો છે. આ વર્ષે પણ ગુજરાત સરકાર વધુ રૂા.50,751 કરોડનું દેવું કરશે.

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં દેવામાં રૂા. 55,060 કરોડનો વધારો થયો – નીતિન પટેલ

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલાં સવાલના જવાબમાં નાણાંમંત્રી નીતિન પટેલે રાજ્યના જાહેર દેવાને લઇને એવો સ્વિકાર કર્યો છે કે, ‘છેલ્લાં બે વર્ષમાં દેવામાં રૂા. 55,060 કરોડનો વધારો થયો છે.’

દર વર્ષે લગભગ રૂા.27 હજાર કરોડ દેવામાં વધારો નોંધાયો છે. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં મુદ્દલ પેટે રૂા.32,087 કરોડ ચૂકવ્યા હતાં જયારે વ્યાજ પેટે રૂા.38,399 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. વર્ષ 2020-21માં રાજયના દેવાનું કદ રૂા.2,88,910 કરોડ જેટલુ વિશાળ હતું.

રાજ્યના દેવામાં રૂા.46,766 કરોડનો વધારાનો અંદાજ હતો જેમાં રૂા.15 હજાર કરોડનો વધારો કરી દેવું સુધારી રૂા.61,268 કરોડ કરવામાં આવ્યું છે જેના કારણે વર્ષ 2020-21માં રાજય સરકારનું દેવુ 2.96 કરોડનું રહે તેવો અંદાજ મૂકાયો છે.

વર્ષ 2020-21માં રાજયનુ જાહેર દેવું વધીને 3,50,000 કરોડને આંબી જાય તેવી શક્યતા છે. આમ રાજ્ય સરકારના બજેટ કરતા પણ સરકારનું જાહેર દેવુ રૂા.1.34 લાખ કરોડ વધુ હશે તેવો અંદાજ છે. દરેક ગુજરાતીના માથે રૂા.48 હજારનું દેવું હતું તે વધીને હવે અંદાજિત રૂા.53 હજાર થવાનો અંદાજ છે.

REDA ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33