Last Updated on March 3, 2021 by
ગુજરાત સરકારનું આજે બજેટ જાહેર થયું છે. જેમાં સૌથી વધારે ફાયદો આરોગ્ય મંત્રાલયને થયો છે. સરકારે કોરોનાકાળમાં આરોગ્ય માટે બજેટમાં ખાસ જોગવાઈઓ કરી છે. વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્યારે આ વખતે 2.25 લાખ કરોડનું બજેટનું કદ રહે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. જીએસટીના વળતર માટે પણ રાજ્ય સરકારને લોન લેવી છે, એવા સંજોગોમાં જાહેર દેવામાં વધારો થશે. નાણા પ્રધાન નીતિન પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોજની જોગવાઈ કરી છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી મા – વાત્સલ્ય યોજના માટે વધુ 1 હજાર 106 કરોડની જોગવાઈ કરાઈ છે.
અમદાવાદની નવી સિવિલને અપગ્રેડ કરવા 87 કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રધાન મંત્રી માતૃવંદના યોજના માટે 66 કરોડ, ગોધરા અને મોરબીમાં બની રહેલી નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલના અપગ્રેડ માટે 50 કરોડની જોગવાઈ કરાઈ છે. બજેટમાં 108ની નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની ફાળવણી કરાઈ છે. રાજ્યમાં રસીકરણની કામગીરી સૂચારૂરૂપથી કરવા માટે રાજ્યમાં રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. રાજ્યના વધુ નવ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે 3 કરોડની ફાળવણી કરાઈ છે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના બજેટ અંતર્ગત અમદાવાદ નવી સિવિલની સુવિધાઓ અપગ્રેડેશન માટે 87 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ PM માતૃવંદના યોજના માટે 66 કરોડની ફાળવણી કરાઇ છે. કેંન્દ્ર સરકારના સહયોગથી ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ આકાર પામશે. જેના માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. PM જન આરોગ્ય અને CM માં-વાત્સલ્ય યોજના માટે 1106 કરોડ રૂપિયા રાજ્ય સરકારના 2021-22ના બજેટમાં ફાળવવામાં આવ્યા છે. નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડ ફાળવાયા છે.
બજેટની ખાસ જોગવાઈ
- રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સૌની યોજનાના બીજી તબક્ક માટે 1 હજાર 71 કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અટલ ભુજલ યોજના હેઠળ 757 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે 312 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
- કૃષિ વિભાગમાં રૂ. 191 કરોડની ઓછી ફાળવણી, ગત વર્ષે રૂ. 7423 કરોડની કરાઇ હતી ફાળવણી, ચાલુ વર્ષે કૃષિ બજેટમાં ફાળવ્યા છે રૂ. 7232 કરોડ
- જળ સંપતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં રૂ. 1726 કરોડની ઘટ, ગત વર્ષે રૂ. 7220 કરોડની કરાઈ હતી જોગવાઈ, ચાલુ વર્ષે રૂ. 5494 કરોડની જોગવાઈ કરાઇ છે.
- શિક્ષણ વિભાગ માટે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રૂ. 764 કરોડ રૂ. વધુ બજેટ ફાળવાયું, ગત વર્ષે રૂ. 31955 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ. 32719 કરોડની જોગવાઈ કરાઇ
- આરોગ્ય વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 80 કરોડ વધુ ફાળવાયા, ગત વર્ષે રૂ 11243 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ 11323 કરોડની જોગવાઈ કરાઇ
- મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 361 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 3150 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3511 કરોડની જોગવાઈ કરાઇ
- પાણી – પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 343 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4317 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3975 કરોડની જોગવાઈ કરાઇ
- સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 32 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4321 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4353 કરોડની જોગવાઈ કરાઇ
- આદિજાતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 19 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 2675 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 2675 કરોડની જોગવાઈ કરાઇ
- પંચાયત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 295 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 9091 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 8796 કરોડની જોગવાઈ કરાઇ
- શહેરી વિકાસ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13440 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13493 કરોડની જોગવાઈ કરાઇ
- શ્રમ અને રોજગાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 41 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1461 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1502 કરોડની જોગવાઈ કરાઇ
- માર્ગ અને મકાન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 985 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 10200 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 11185 કરોડની જોગવાઈ કરાઇ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 90 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1397 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1487 કરોડની જોગવાઈ કરાઇ
- ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 883 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13917 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13034 કરોડની જોગવાઈ કરાઇ
- ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 109 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1019 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 910 કરોડની જોગવાઈ કરાઇ
- ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 418 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7017 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 6599 કરોડની જોગવાઈ કરાઇ
- પ્રવાસન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 8 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 480 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 488 કરોડની જોગવાઈ કરાઇ
- સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 265 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 387 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 652 કરોડની જોગવાઈ કરાઇ
- વન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 33 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1781 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1814 કરોડની જોગવાઈ કરાઇ
- ગૃહ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 457 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7503 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 7960 કરોડની જોગવાઈ કરાઇ
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 47 કરોડની ઓછા ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1271 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1224 કરોડની જોગવાઈ કરાઇ
- મહેસૂલ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 75 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4473 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4548 કરોડની જોગવાઈ કરાઇ
- સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 66 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 497 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 563 કરોડની જોગવાઈ કરાઇ
- રમતગમત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 563 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 507 કરોડની જોગવાઈ કરાઇ
- માહિતી અને પ્રસારણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 1 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 169 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 168 કરોડની જોગવાઈ કરાઇ
- કાયદા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 17 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1681 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1698 કરોડની જોગવાઈ કરાઇ
- સામાન્ય વહીવટ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 36 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1766 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1730 કરોડની જોગવાઈ કરાઇ
વહેલા જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત નીતિન પટેલે બજેટમાં કરી હતી. આ સાથે જ 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે તેવી જાહેરાત કરી હતી. તો નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
કોરોનામાં સરકારે કરેલા કાર્યો જણાવ્યા
બજેટની શરૂઆત કરતાં નીતિન પટેલે કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને સરકારે કરેલા કાર્યો જણાવ્યા હતા. તેમણે કહ્યુ કે કોરોનાની મહામારીમાંથી બહાર આવવા સરકારે અવિરત કામ કર્યું છે તેમજ સરકારે કોરોના વોરિયર્સના સહયોગથી સરકારે કોરોના સામે લડત આપી છે. નવી મેડિકલ કોલેજો, હોસ્પિટલની સંખ્યા વધારવામાં આવી છે. બ્લડ બેંકો, આધુનિક એમ્બ્યુલંસ સહિતની સુવિધામાં પણ વધારો કરાયો છે.તેમજ કોરોનાની મહામારીમાં બેડની સંખ્યામાં વધારો અને ધનવંતરી રથ તેમજ કોરોના ટેસ્ટ માટે ડોમ ઉભા કરવાથી લઇને સરકારે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો…
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે કુલ 32 હજાર 719 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી. બાળકોના સર્વગ્રાહી વિકાસ અને ઉત્તમ શિક્ષણ માટે 3400 શાળાઓમાં જરુરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે સરકાર દ્વારા 1207 કરોડનું આયોજન કરવામાં આવ્યુ.તો ધોરણ 1થી 8ના આશરે 45 લાખ બાળકો માટે મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના સહિતની યોજના માટે કુલ 1 હજાર 44 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી. રાઈટ-ટુ-એજ્યુકેશન અંતર્ગત 567 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી સાથે જ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા ત્રણ લાખ વિધ્યાર્થીઓ માટે ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ કરાઈ. તો રાજ્યની વિવિધ યુનિવર્સીટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિધ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત 20 કરોડની જોગવાઈ કરાઈ.
સરકારે કોરોના જેવી સ્થિતિ વચ્ચે પણ સતત પ્રજાહિતના કામ કર્યા
રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે દિવાળી બાદ વધેલા કોરોનાના કેસ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાનો રોજ સાંજે 6 વાગ્યે કોરોનાની સ્થિતિ અંગે બેઠક મળતી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવતી હતી. દિવાળી બાદ જ્યારે કોરોનાના કેસ અચાનક વધ્યા ત્યારે સરકારના પ્રધાન સહિત તમામ અધિકારીઓ કામે લાગ્યા હતા. સરકારે કોરોના જેવી સ્થિતિ વચ્ચે પણ સતત પ્રજાહિતના કામ કર્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31