Last Updated on March 3, 2021 by
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બુધવારે 77મું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી તરીકે નીતિન પટેલે 8 બજેટ રજૂ કર્યાં છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ થઇ રહ્યું છે. બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે. સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે રેકોર્ડ છે. જે હાલ કર્ણાટકના રાજ્યપાલ છે. ગુજરાતની વસતીમાં 15 ટકા એટલે કે આશરે 90 લાખ વસતી આદીવાલી સમાજની છે. તેને ધ્યાને રાખીને મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા ત્યારે એક યોજના શરૂ કરી હતી. જેમાં જેઓએ આ યોજના માટે 13 વર્ષની ગણતરીને ધ્યાને લઇને 96 હજાર કરોડની જોગવાઈ કરી હતી. જેમાં રૂપાણી સરકારે વધારો કર્યો છે.
વન બધું કલ્યાણ યોજના માટે જાહેરાત
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોજનું બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં બે લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનો દાવો કરાયો છે. તો સાગરખેડૂના વિકાસ માટે 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરાઈ છે. બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણા પ્રધાન નીતિન પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોજની જોગવાઈ કરી છે. નાણા પ્રધાને વન અને પર્યાવરણ વિભાગ માટે 1 હજાર 817 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કમલમના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુના 50 કિલોમીટરની ત્રિજ્યામાં કમલમનું વાવેતર તથા જાળવણી માટે 15 કરોડની જોગવાઈ કરી છે. સરકારે વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરતાં સમયે કહ્યું છે કે આ યોજનાથી 14 જિલ્લાના 53 તાલુકાના 5,844 ગામોની 90 લાખ વસતી ધરાવતા આદિવાસી સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભો સુનિશ્વિત કરી તેઓના અધિકારો અને અસ્મિતાનું જતન કરવામાં આવશે.
96 હજાર કરોડની કરી હતી ફાળવણી
આગામી 5 વર્ષ માટે 1 લાખ કરોડની માતબર રકમ હેઠળ વન બંધુ કલ્યાણ યોજના 2 અમલમાં મુકવાની આજે જાહેરાત કરી છે. આગાઉ વર્ષ 2007 માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ આ યોજનાની શરૂવાત કરી હતી, નરેન્દ્ર મોદીએ 13 વર્ષ માટે આ યોજનાની જાહેરાત કરી હતી જેમાં 96 હજાર કરોડ રકમની ફાળવણી કરી હતી જો કે આ યોજના હેઠળ આદિજાતિ સમાજના સર્વાંગી કલ્યાણ અને વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલી કરી હતી પરંતુ આ યોજના થી આદિજાતિ વિસ્તારમાં વધુ વિકાસ થતા આ યોજના ફરી અમલી કરવામાં આવી રહી છે
નાણા મંત્રીના પટારામાંથી શું નિકળ્યુ ?
- આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી.
- 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી.
- તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે.
- ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે પાંચ કરોડની જોગવાઈ
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- ડાંગ જિલ્લા ને રસાયણ મુક્ત બનાવવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર અપાશે, જયારે બીજા વર્ષે 6 હજાર અપાશે.
- ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાણામંત્રીની સ્પિચ
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બજેટ સ્પીચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરવામાં આવી. કેવડીયાના સંકલીત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાફ્ટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મીનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેથી બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31