Last Updated on March 3, 2021 by
નાણામંત્રી નીતિન પટેલે નવમી વખત બજેટ રજૂ કર્યું છે. જેમાં નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ રહેશે., રાજ્ય સરકારના બજેટમાં આ વર્ષે કૃષિ વિભાગમાં રૂ. 191 કરોડની ઓછી ફાળવણી કરવામાં આવી છે, ગત વર્ષે રૂ. 7423 કરોડની કરાઇ હતી ફાળવણી, ચાલુ વર્ષે91 કરોડની ઓછી ફાળવણી, ગત વર્ષે રૂ. 7423 કરોડની કરાઇ હતી ફાળવણી, ચાલુ વર્ષે કૃષિ બજેટમાં ફાળવ્યા છે રૂ. 7232 કરોડ, જળ સંપતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં રૂ. 1726 કરોડની ઘટ, ગત વર્ષે રૂ. 7220 કરોડની કરાઈ હતી જોગવાઈ, ચાલુ વર્ષે રૂ. 5494 કરોડની જોગવાઈ કરાઇ છે.
દરિયાઈ વિસ્તારનાં ૧૦ હજાર માછીમારોને હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ.
નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોનો વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કિંગ સુવિઘાઓ, મત્સ્ય પકડાશના સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૯૭ કરોડની જોગવાઈ.
દરિયાકાંઠાના વિસ્તારના માછીમારોને ઓ.બી.એમ. મશીનની ખરીદી ઉપર સહાય આપવા રૂ. ૧૫ કરોડની જોગવાઇ.
ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં મત્સ્ય ઉતરાણ માટે ફલોટીંગ જેટી બનાવવા રૂ. ૫ કરોડની જોગવાઇ.
માછીમાર ભાઈઓને જમ્બો પ્લાસ્ટિક કેટ તથા મેન્યુઅલ મટિરિયલ હેન્ડલીંગ સ્ટેકર ખરીદી ઉપર સહાય આપવા માટે રૂ. ૩ કરોડની જોગવાઇ.
જળાશયોમાં કેજ કલ્ચરની આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી મત્સ્ય ઉત્પાદનમાં વઘારો કરવા માટે સહાય આપવાની યોજના હેઠળ રૂ. ૨ કરોડની જોગવાઇ.
રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બજેટમાં 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી છે. સાગરખેડૂ યોજનાથી રાજ્યના દરિયા કિનારના સાગરખેડૂઓ રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. માછીમારી અને વહાણવટા સાથે સંકળાયેલા સાગરખેડૂઓના વિસ્તારના વિકાસ માટે છેલ્લા 13 વર્ષમાં 43 હજાર કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજ્યના દરિયા કિનારાના 15 જિલ્લાના 39 તાલુકાના 2 હજાર 702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડુ વિસ્તારમાં વિકાસમાં નવો અધ્યાય ઉમેરવામાં સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2 મદદ રૂપ બનશે.
આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી. 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી.
તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે. ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે પાંચ કરોડની જોગવાઈ
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી. ડાંગ જિલ્લા ને રસાયણ મુક્ત બનાવવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર અપાશે, જયારે બીજા વર્ષે 6 હજાર અપાશે.
ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે. જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31