GSTV
Gujarat Government Advertisement

મોરબી અને ગોધરાને મળી આ ભેટ/ કોરોનાકાળમાં આ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાયું, થઈ ગયાં બખ્ખાં

Last Updated on March 3, 2021 by

ગુજરાત વિધાનસભામાં 9મી વખત ગુજરાત બજેટ રજૂ કરતા નાણામંત્રી નીતિન પટેલે બજેટની શરૂઆત કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સરકારે વધુ ધ્યાન કેન્દ્રીય કર્યું છે. સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે અને તેને લગતી યોજનાઓ માટે 11 હજાર કરોડથી વધુ ફાળવવામાં આવ્યા છે.

નાણા પ્રધાન નીતિન પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ કરી છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી મા – વાત્સલ્ય યોજના માટે વધુ 1 હજાર 106 કરોડની જોગવાઈ કરાઈ છે. અમદાવાદની નવી સિવિલને અપગ્રેડ કરવા 87 કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રધાન મંત્રી માતૃવંદના યોજના માટે 66 કરોડ, ગોધરા અને મોરબીમાં બની રહેલી નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલના અપગ્રેડ માટે 50 કરોડની જોગવાઈ કરાઈ છે.

આરોગ્ય

બજેટમાં 108ની નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની ફાળવણી કરાઈ છે. રાજ્યમાં રસીકરણની કામગીરી સૂચારૂરૂપથી કરવા માટે રાજ્યમાં રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. રાજ્યના વધુ નવ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે 3 કરોજની ફાળવણી કરાઈ છે.

તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે. ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે પાંચ કરોડની જોગવાઈ

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી. ડાંગ જિલ્લા ને રસાયણ મુક્ત બનાવવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર અપાશે, જયારે બીજા વર્ષે 6 હજાર અપાશે.

બજેટમાં મહત્વના આંકડા

  • 2 લાખ 27 હજાર 029 કરોડનું બજેટ રજૂ
  • ગુજરાત 2021-22 ગુજરાતનું કદ
  • ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ બજેટ
  • કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ
  • જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ
  • પાણી પૂરવઠા પ્રભાગ માટે 3974 કરોડની જોગવાઈ
  • સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ
  • આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ
  • શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ
  • બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ
  • ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
  • અન્ન અને નાગરિક પૂર્વઠા વિભાગ માટે 1224 કરોડની જોગવાઈ
  • મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 563 કરોડની જોગવાઈ
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે 507 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 1068 કતરોડની જોગવાઈ
  • કાયદા વિભાગ માટે 1698 કરોડની જોગવાઈ
  • સામાન્ય વહીવટ વિભાગ માટે 1730 કરોડની જોગવાઈ
  • નાણાંમંત્રીએ વર્ષ 2021-22 નું રૂ. 587.88 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ

ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે. જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33