GSTV
Gujarat Government Advertisement

બજેટ / ગુજરાતને પાણીદાર બનાવશે રૂપાણી સરકારની આ યોજનાઓ, 13,600 ગામડાઓને શુદ્ધ પાણી મળશે

બજેટ

Last Updated on March 3, 2021 by

રાજ્ય સરકાર આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે. નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પીવાનું પર્યાપ્ત શુદ્ધ પાણી આપવા રાજ્ય સરકારે અનેક આયોજનો પૂર્ણ કર્યા છે. પાણી વિતરણ સુનિશ્ચિત કરવા 13,600 ગામો અને 209 કોઈ વિસ્તારોને આવરી લઇ 1 લાખ 26 હજાર કિલોમીટરની રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ સમગ્ર દેશના નાગરિકોને ઘરે ઘરે નાળથી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા ‘નલ સે જલ’ યોજના શરુ કરી છે. રાજ્ય સરકારે 82% ઘરો સુધી પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનું કામ પૂરું કરવામાં આવ્યું છે.

પાણી પુરવઠા માટે અધધ જોગવાઈ…

  • પાણી પુરવઠા વિભાગ માટે રૂ. ૩,૯૭૪ કરોડની જોગવાઇ
  • પાણી પુરવઠાના કામો માટે રૂ. ૧,૦૦૦ કરોડ
  • મધ્ય-દક્ષિણ ગુજરાતમાં બલ્ક પાઇપલાઇન યોજના માટે રૂ. ૯૬૮ કરોડ
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ડિસસેલિનેશન પ્લાન્ટ માટે રૂ. ૩૦૦ કરોડ
  • હર ઘર જલ યોજના માટે રૂ. ૩૦૦ કરોડ
  • આૈદ્યોગિક ગંદા પાણીના વહન માટે રૂ. ૭૫૮ કરોડ

આગામી વર્ષોમાં રાજ્યનો કોઈ પણ તાલુકો પીવાના સોર્સ વિના ન રહે તે માટે આયોજન તેમજ અમલવારી કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે નર્મદા કેનાલ તેમજ મોટા ડેમ આધારિત પાઈપલાઈન મારફતે ખાતરીપૂર્વક સોર્સ ઉભા કરવામાં આવશે. શહેરીકરણનો વધતો જતો વ્યાપ ધ્યાને મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓની આસપાસના એજી વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ માટે કોઈ સત્તામંડળ સાથે સંયુક્યરીતે ભવિષ્યલક્ષી આયોજન કરવામાં આવશે.

પાણી પુરવઠા વિભાગ માટે કુલ 3994 કરોડની જોગવાઈ

  • આદિજાતિ વિસ્તારમાં પેટા યોજના હેઠળ 2841 ગામોમાં પ્રગતિ હેઠળ તથા 1941 ગામોમાં અંજૂર થયેલ પાણી પુરવઠાના કામો માટે 1000 કરોડની જોગવાઈ.
  • સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના મારફતે જિલ્લાના ગામોમાં પાણી પૂરું પાડવા વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના બલ્ક પાઈપલાઈન યોજનાના કામો માટે 968 કરોડ રૂપિયાની જોગવાઈ.
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરુરીયાતને પહોંચી વળવા નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કિલોમીટરની બલ્ક પાઈપલાઈન માટે 675 કરોડ રૂપિયાની જોગવાઈ
  • હરઘર જલ યોજનામાં ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાઓની 100% કામગીરી પૂર્ણ થઇ છે. રાજ્યના બાકી રહેલ 17 લાખ 78 હજાર ઘરોના નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાના આયોજન અંતર્ગત 300 કરોડની જોગવાઈ
  • રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત જુદા જુદા શહેરી વિસ્તારમાં ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુનઃ ઉપયોગની યોજના માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ.
  • અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔધ્યોગિક ગંદા પાણીના વહન માટે અંદાજે 2275 કરોડ રૂપિયાનાના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહેલ છે. જે માટે 758 કરોડ રૂપિયાની જોગવાઈ.

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સૌની યોજનાના બીજી તબક્ક માટે 1 હજાર 71 કરોડની જોગવાઈ કરી છે.  આ ઉપરાંત અટલ ભુજલ યોજના હેઠળ 757 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.  રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે 312 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

સાગરખેડૂ યોજના માટે 50 હજાર કરોડની જોગવાઈ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બજેટમાં 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી છે. સાગરખેડૂ યોજનાથી રાજ્યના દરિયા કિનારના સાગરખેડૂઓ રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. માછીમારી અને વહાણવટા સાથે સંકળાયેલા સાગરખેડૂઓના વિસ્તારના વિકાસ માટે છેલ્લા 13 વર્ષમાં 43 હજાર કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી.  રાજ્યના દરિયા કિનારાના 15 જિલ્લાના 39 તાલુકાના 2 હજાર 702  ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડુ વિસ્તારમાં વિકાસમાં નવો અધ્યાય ઉમેરવામાં સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2 મદદ રૂપ બનશે.

સાબરમતી નદી પર હીરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ 50 કરોડ રૂપિયાની જોગવાઈ સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઈપલાઈનથી 2 કિલોમીટરની મર્યાદા લઇ આ પાઈપલાઈનથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા 295 તાળાવોમાં પાણી આપવા માટે પાઈપલાઈન નાખવામાં આવશે. જેના માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33