GSTV
Gujarat Government Advertisement

ઝટકો/ રૂપાણી સરકારમાં ગુજરાત કેવી રીતે બનશે પાણીદાર, નીતિન પટેલે બજેટમાં 1726 કરોડ રૂપિયાનો મૂક્યો કાપ

Last Updated on March 3, 2021 by

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ પ્રકારની રોજગારીની વ્યાપક તકો ઉપલ્બધ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકાર વેપાર, ઉદ્યોગ, ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારીની પૂરી તક મળે તે માટે કામ કરી રહી છે. ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવા માટે નાણાંપ્રધાન નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા છે. નીતિન પટેલ આ વખતે 9મી વખત બજેટ રજૂ કર્યું છે તો જાણીએ કે નાણમંત્રીના પીટારામાંથી જળસંપત્તિ વિભાગ માટે કેટલા નીકળ્યા.જળ સંપતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં રૂ. 1726 કરોડની ઘટ, ગત વર્ષે રૂ. 7220 કરોડની કરાઈ હતી જોગવાઈ, ચાલુ વર્ષે રૂ. 5494 કરોડની જોગવાઈ કરાઇ છે.

જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ

રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્વનો સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સામવેલ છે આ યોજનાના ત્રીજા તબક્કા માટે 1071 કરોડ રૂપિયાની જોગવાઈ

અટલ ભૂજલ યોજના હેઠળ 5 વર્ષના સમયગાળા માટે 757 કરોડ રૂપિયાની જોગવાઈ

રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓન કામો માટે 312 કરોડ રૂપિયાની જોગવાઈ

બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે 6000 હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે 226 કરોડ રૂપિયાની જોગવાઈ

સાગરખેડૂ યોજના માટે 50 હજાર કરોડની જોગવાઈ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બજેટમાં 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી છે. સાગરખેડૂ યોજનાથી રાજ્યના દરિયા કિનારના સાગરખેડૂઓ રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. માછીમારી અને વહાણવટા સાથે સંકળાયેલા સાગરખેડૂઓના વિસ્તારના વિકાસ માટે છેલ્લા 13 વર્ષમાં 43 હજાર કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી.  રાજ્યના દરિયા કિનારાના 15 જિલ્લાના 39 તાલુકાના 2 હજાર 702  ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડુ વિસ્તારમાં વિકાસમાં નવો અધ્યાય ઉમેરવામાં સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2 મદદ રૂપ બનશે.

સાબરમતી નદી પર હીરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ 50 કરોડ રૂપિયાની જોગવાઈ

સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઈપલાઈનથી 2 કિલોમીટરની મર્યાદા લઇ આ પાઈપલાઈનથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા 295 તાળાવોમાં પાણી આપવા માટે પાઈપલાઈન નાખવામાં આવશે. જેના માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ

આદિજાતિ વિસ્તર માટે કુલ જોગવાઈ 1349 કરોડ

ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુન્ડા તાલુકાના અંદાજે 29,200 હેક્ટર વિસ્તારને લાભ આપવા માટેની 962 કરોડ રૂપિયાના ખર્ચે સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્વહન પાઈપલાઈન આયોજન છે. જેના માટે 330 કરોડ રૂપિયાની જોગવી

સુરત જિલ્લામાં 590 કરોડ રૂપિયાના ખર્ચે કાકરાપાર-ગોધરા-વડ ઉદ્વહન પાઈપલાઈન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકાના આશરે 19,800 હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે.

પંચમહાલ જિલ્લાના શહેર, ગીધરા, કાલોલ અને ઘોઘંબા તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિસ્તારમાં પાનમ જળાશય અને ઉચ્છસ્તરીય કેનાલ આધારિત યોજનાઓ માટે 185 કરોડ રૂપિયાની જોગવાઈ

  • રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સૌની યોજનાના બીજી તબક્ક માટે 1 હજાર 71 કરોડની જોગવાઈ કરી છે.  આ ઉપરાંત અટલ ભુજલ યોજના હેઠળ 757 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.  રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે 312 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
  • કૃષિ વિભાગમાં રૂ. 191 કરોડની ઓછી ફાળવણી, ગત વર્ષે રૂ. 7423 કરોડની કરાઇ હતી ફાળવણી, ચાલુ વર્ષે કૃષિ બજેટમાં ફાળવ્યા છે રૂ. 7232 કરોડ
  • જળ સંપતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં રૂ. 1726 કરોડની ઘટ, ગત વર્ષે રૂ. 7220 કરોડની કરાઈ હતી જોગવાઈ, ચાલુ વર્ષે રૂ. 5494 કરોડની જોગવાઈ કરાઇ છે.
  • શિક્ષણ વિભાગ માટે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રૂ. 764 કરોડ રૂ. વધુ બજેટ ફાળવાયું, ગત વર્ષે રૂ. 31955 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ. 32719 કરોડની જોગવાઈ કરાઇ
  • આરોગ્ય વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 80 કરોડ વધુ ફાળવાયા, ગત વર્ષે રૂ 11243 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ 11323 કરોડની જોગવાઈ કરાઇ
  • મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 361 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 3150 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3511 કરોડની જોગવાઈ કરાઇ
  • પાણી – પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 343 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4317 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3975 કરોડની જોગવાઈ કરાઇ
  • સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 32 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4321 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4353 કરોડની જોગવાઈ કરાઇ
  • આદિજાતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 19 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 2675 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 2675 કરોડની જોગવાઈ કરાઇ
  • પંચાયત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 295 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 9091 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 8796 કરોડની જોગવાઈ કરાઇ
  • શહેરી વિકાસ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13440 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13493 કરોડની જોગવાઈ કરાઇ
  • શ્રમ અને રોજગાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 41 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1461 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1502 કરોડની જોગવાઈ કરાઇ
  • માર્ગ અને મકાન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 985 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 10200 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 11185 કરોડની જોગવાઈ કરાઇ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 90 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1397 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1487 કરોડની જોગવાઈ કરાઇ
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 883 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13917 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13034 કરોડની જોગવાઈ કરાઇ
  • ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 109 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1019 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 910 કરોડની જોગવાઈ કરાઇ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 418 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7017 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 6599 કરોડની જોગવાઈ કરાઇ
  • પ્રવાસન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 8 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 480 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 488 કરોડની જોગવાઈ કરાઇ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 265 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 387 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 652 કરોડની જોગવાઈ કરાઇ
  • વન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 33 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1781 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1814 કરોડની જોગવાઈ કરાઇ
  • ગૃહ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 457 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7503 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 7960 કરોડની જોગવાઈ કરાઇ
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 47 કરોડની ઓછા ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1271 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1224 કરોડની જોગવાઈ કરાઇ
  • મહેસૂલ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 75 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4473 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4548 કરોડની જોગવાઈ કરાઇ
  • સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 66 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 497 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 563 કરોડની જોગવાઈ કરાઇ
  • રમતગમત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 563 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 507 કરોડની જોગવાઈ કરાઇ
  • માહિતી અને પ્રસારણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 1 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 169 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 168 કરોડની જોગવાઈ કરાઇ
  • કાયદા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 17 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1681 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1698 કરોડની જોગવાઈ કરાઇ
  • સામાન્ય વહીવટ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 36 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1766 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1730 કરોડની જોગવાઈ કરાઇ

સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના 93 ગામોના 21,750 હેકટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો લાભ આપવા માટે 711 કરોડની તાપી કરજણ લીંક પાઈપલાઈન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે. જેના માટે 150 કરોડ રૂપિયાની જોગવાઈ છે.

ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે 10 હજાર તથા બીજા વર્ષે 6 હજાર નાણાકીય સહાયની યોજના માટે 32 કરોડની જોગવાઈ

ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂત દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલચર માર્કેટ યોજના માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ

ખેડૂતો

ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે એ હેતુથી 1800 ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે 12 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ

રોજ-જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ.

નોંધનીય છે કે ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33