GSTV
Gujarat Government Advertisement

ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત

બજેટ

Last Updated on March 3, 2021 by

નાયબ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે. 2 લાખ 27 હજાર 029 કરોડનું બજેટ રજૂ થયું જે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હતું. નીતિન પટેલે બજેટમાં ધારાસભ્યો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કોરોનાના કારણે મોકૂફ રાખેલી ગ્રાન્ટ ફાળવણી જાહેરાત કરી છે.

182 ધારાસભ્યો માટે મોટી જાહેરાત

નીતિન પટેલે રાજ્યના 182 ધારાસભ્યો માટે બજેટમાં મોટી જાહેરાત કરી છે. વર્ષ 2021-22થી ધારાસભ્યની ગ્રાન્ટ પૂન શરૂ કરવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખી કરકસરના ભાગરૂપે ગ્રાન્ટની ફાળવણી મોકૂફ રખાઇ હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવસ્થાન બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે નવા સદસ્ય નિવસ્થાન બનાવવામાં આવશે. આ જાહેરાત થતાં ધારાસભ્યોમાં ખુશીની લાગણી ફરી વળી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેવલપમેન્ટ માટે ૬૫૨ કરોડની જોગવાઈ
રાજ્યમાં આવેલા ધાર્મિક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતાં યાત્રાધામોના વિકાસ માટે 154 કરોડની જોગવાઈ
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 1814 કરોડની જોગવાઈ
ગૃહ વિભાગ માટે કુલ 7960 કરોડની જોગવાઈ
પોલીસ તંત્રની પેટ્રોલિંગની વ્યવસ્થાને સઘન બનાવવા માટે વધુ નવા 876 વાહનો ખરીદવામાં આવશે જે માટે ૫૦ કરોડની જોગવાઈ

ગૃહ વિભાગ માટે કુલ 7960 કરોડની જોગવાઈ

  • મહેસુલ વિભાગ માટે કુલ 4548 કરોડની જોગવાઈ
  • દરિયાઈ વિસ્તારના ૧૦ હજાર માછીમારોને હાઈ સ્પીડ ડીઝલ પર વેટ માફી યોજનાનો લાભ માટે ૧૫૦ કરોડની જોગવાઈ
  • રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદિત માં પાકધીરણ પરત કરતા ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી 0% વ્યાજ ની પાક ધિરાણ યોજના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ
  • જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તાર માટે કુલ 1349 કરોડ ની જોગવાઈ
  • કલ્પસર વિભાગ માટે 1501 કરોડ ની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડ ની જોગવાઈ
  • આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડ ની જોગવાઈ
  • મહિલા અને બાદ વિકાસ વિભાગ માટે 3511 કરોડ ની જોગવાઈ
  • પાણી પુરવઠા માટે 3974 કરોડ ની જોગવાઈ
  • સામાજિક ન્યાય વિભાગ માટે 4353 કરોડ ની જોગવાઈ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2656 કરોડની જોગવાઈ
  • યુવાનો માટે 20 લાખ રોજગારી ની તક ઉભી કરવામાં આવી
  • આગમી પાંચ વર્ષ માટે મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જીયરીગ ઇનફાસ્ટક્ચર ,આઈ ટી, પ્રવાસન, હોસ્પિટાલીટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે 20 લાખ રોજગારી ની તક ઉભી કરવામાં આવશે

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ

બજેટ
  • 2 લાખ 27 હજાર 029 કરોડનું બજેટ રજૂ
  • 2021-22 ગુજરાતનું કદ
  • ગુજરાતના ઈતિહાસનું સૈથી મોટુ બજેટ
  • કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ
  • જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ
  • પાણી પૂર્વઠા પ્રભાગ માટે 3974 કરોડની જોગવાઈ
  • સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ
  • આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ
  • શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ
  • બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ
  • ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
  • અન્ન અને નાગરિક પૂર્વઠા વિભાગ માટે 1224 કરોડની જોગવાઈ
  • મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 563 કરોડની જોગવાઈ
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે 507 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 1068 કતરોડની જોગવાઈ
  • કાયદા વિભાગ માટે 1698 કરોડની જોગવાઈ
  • સામાન્ય વહીવટ વિભાગ માટે 1730 કરોડની જોગવાઈ
  • નાણાંમંત્રીએ વર્ષ 2021-22 નું રૂ. 587.88 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ

સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો

બજેટ

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ પ્રકારની રોજગારીની વ્યાપક તકો ઉપલ્બધ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકાર વેપાર, ઉદ્યોગ, ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારીની પૂરી તક મળે તે માટે કામ કરી રહી છે.

  • વન બંધુ કલ્યાણ યોજના-1ની વિકાસ ગાથાને વધુ ઉચાઈએ લઈ જવા માટે આગામી પાચ વર્ષ માટે રૂપિયા 1 લાખ કરોડની માતબર જોગવાઈ વન બંધુ કલ્યાણ યોજના -2 અમલમા મૂકવાની જાહેરાત સાગરખેડૂના સર્વાગી વિકાસ માટે રૂપિયા 50 હજાર કરોડની સાગર ખેડૂ સર્વાગી કલ્યાણ યોજના-2 જાહેર આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા બે લાખ યુવાનોની ભરતી કરાશે
  • આગામી પાચ વર્ષમા મેન્યુ ફેકચરીગ ફાર્મા એનર્જી એન્જીનીયરીગ ઈન્ફ્રાસ્ટ્રકચર આઈ.ટી પ્રવાસન હોસ્પિટિલીટી ફૂડ પ્રોસેસીગ બેનકીગ સર્વીસ સેકટર જેવા વાવિધ ક્ષેત્રા 20 લાખ રોજગારીની તકો ઉભી કરાશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33