GSTV
Gujarat Government Advertisement

પાટીલને જીવતદાન/ ગુજરાત ભાજપમાં દબદબો વધ્યો, કદાવર નેતાઓએ પણ સ્વીકારવા પડશે, મોદી જૂથ પાવરફૂલ બન્યું

Last Updated on February 24, 2021 by

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ તમામ 182 બેઠક પર વિજય મેળવવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે. આ માટે તનનતોડ મહેનત આજથી જ ચાલુ કરી દેવા દરેક કાર્યકર્તાઓને સી.આર.પાટીલે આવાહન આપ્યું હતું. આ માટે દરેક પેજ પ્રમુખને અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવા આદેશ આપ્યો હતો. વિધાનસભાની 182 બેઠક પર વિજય મેળવવાના પક્ષના સંકલ્પને પૂરો કરવા દરેક કાર્યકર્તાને પૂરી તાકાતથી સક્રિય થઈ જવા સી.આર. પાટિલે આવાહન આપ્યું હતું.

ભાજપ

ગુજરાતમાં ભાજપમાં પણ જૂથવાદ છે. ચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું છે કે પાટીલના પ્રયોગો યોગ્ય હતા. ગુજરાતમાં 2015નાં પણ રેકોર્ડ તૂટ્યા છે. આ ચૂંટણીમાં જૂનાજોગીઓને વિદાય અપાઈ છે. જેના કારણે ભાજપમાં ડખા પડશે એવી આશંકા હતી પરંતુ ભાજપ મજબૂત થઈને બહાર આવ્યું છે. જેના પગલે ગુજરાતમાં પાટીલ ફરી પાવરફૂલ બની ગયા છે.હવે કદાવર નેતાઓએ પણ તેમને ના છૂટકે સ્વીકારી લેવા પડશે. મોદી જૂથ ફરી ગુજરાતમાં પાવરફૂલ બની ગયું છે.

મતદારો દેશને કોંગ્રેસમુક્ત કરવા તત્પર : નીતિન પટેલ

છ મહાનગર પાલિકાઓના જાહેર થયેલા પરિણામો દર્શાવે છે કે કોન્ગ્રેસને જાકારો આપવા માંડેલા મતદારોએ દેશને પણ કોન્ગ્રેસ મુક્ત કરી દેવાનો નિર્ધાર કરી લીધો છે, એમ આજે વિજય રેલીને સંબોધન કરતાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

કોન્ગ્રેસને જાકારો આપનારી પ્રજાના વિશ્વાસને સાર્થક કરવાની જવાબદારી હવે આપણી સહુની છે. આગામી પાંચ વર્ષ સુધી તેમનું કામ કરવાનું છે. આજના ચૂંટણી પરિણામોએ દર્શાવી દીધું છે કે કોન્ગ્રેસનો સિક્કો નકલી અને બનાવટી છે. તેની સામે ફોર્જરીને કેસ થાય તેમ છે. આ માન્યતા સાથે ભાજપને વિજયી બનાવનાર જનતાને સાથ લઈને આપણે સહુએ આગળ વધવાનું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33