Last Updated on February 26, 2021 by
આપણે અવારનવાર એવું જોયું હશે અને સાંભળ્યું પણ હશે કે, કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા મામલે ભાજપ હોય કે કોંગ્રેસ. કોઇ પણ પાર્ટીની રેલીઓમાં કોરોનાની ગાઇડલાઇનના ધજાગરાં ઉડ્યાં હોય. ત્યારે તાજેતરમાં જ ભાભરમાં પણ કોંગ્રેસના એક રોડ શો દરમિયાન કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યાં હોવાની ઘટના સામે આવી છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ માસ્ક વગર જોવા મળ્યાં હતાં. ત્યારે રોડ શો દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પણ માસ્ક વગર જોવા મળ્યા હતાં. તો કચ્છના માધાપરમાં ભાજપની રેલીમાં કોવિડ-19ના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતાં. ભાજપના ઉમેદવારોના રોડ શોમાં ટોળા ઉમટી પડ્યાં હતાં. કેટલાંક કાર્યકરો દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડાતા પણ જોવા મળ્યાં હતાં.
બીજી બાજુ પાલનપુરમાં પણ ભાજપની બાઇક રેલીમાં ફરી એક વખત કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યાં હતાં. પાલનપુરમાં વોર્ડ નંબર 11માં ભાજપના કાર્યકરોએ બાઇક રેલી યોજી પ્રચાર કર્યો હતો પરંતુ રેલીમાં શામેલ થયેલા મોટા ભાગના કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યાં હતાં. તો આ સાથે કચ્છના માધાપરમાં પણ ભાજપની રેલીમાં કોવિડ-19ના નિયમોના ધજાગરા ઉડ્યા હતાં. કેટલાંય લોકો રેલીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જોવા મળ્યા હતાં.
આ સાથે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલનો મેગા રોડ-શો યોજાયો હતો જ્યાં કેજરીવાલના રોડ-શોમાં જંગી જનમેદની ઉમટી પડી હતી. આ રોડ શો વરાછાના માનગઢ ચોક ખાતેથી પ્રારંભ થયો હતો. માનગઢ ચોકથી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-શો પસાર થઇને સરથાણામાં પૂર્ણ થયો હતો. ત્યારે કેજરીવાલના આ રોડ શોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31