GSTV
Gujarat Government Advertisement

કોરોના સંક્રમણથી ફફડાટ/ ચૂંટણીઓમાં તાયફાઓ બાદ ભાજપ જાગ્યું, હવે કોઇ પણ જાહેર સન્માન સમારોહ કે કાર્યક્રમો નહીં યોજાય

Last Updated on March 19, 2021 by

ગુજરાતમાં કોરોના ફુલ્યો ફાલ્યો છે ત્યારે રાજ્યમાં આજ રોજ વધુ નવા કેસ 1400ને પાર આવતા હવે તંત્ર પણ સજાગ થઇ ગયું છે. ધીરે-ધીરે મીની લોકડાઉન જેવી જ પરિસ્થિતિ રાજ્યના મહાનગરોમાં સર્જાઇ રહી છે. ત્યારે ચૂંટણી અને સ્ટેડિયમમાં યોજાયેલી મેચને કારણે જ કોરોનાનો ફેલાવો થયો હોવાનું લોકો આક્ષેપ લગાવી રહ્યાં છે. ત્યારે જાણે કે, ભાજપને પણ હવે ભાન થયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગુજરાત ભાજપ દ્વારા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ભાજપ દ્વારા જિલ્લા/મહાનગર કે પ્રદેશ કક્ષાએ સન્માન સમારોહ અથવા તો કોઇ પણ જાતના જાહેર કાર્યક્રમો નહીં યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાની ગાઇડલાઇન અનુસાર જ નિયમોનું પાલન કરવાની અપીલ

ગુજરાત ભાજપે તમામ કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની ગાઇડલાઇન અનુસાર જ નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે તેમજ જ્યાં જરૂર પડે ત્યાં વેક્સિનેશન સહિતની લોક સેવામાં જોડાઇ જવાની પણ હાંકલ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલમાં કુલ 6147 એક્ટિવ કેસો

અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ શુક્રવારના ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,406 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 948 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,73,280 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,84, 482 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.

ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 6147 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર 67 દર્દીઓ છે જ્યારે 6080 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,73,280 છે તો કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 3 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 1, રાજકોટમાં 1 અને સુરેન્દ્રનગરમાં પણ 1 એમ કુલ 4 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

READ ASLO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33