Last Updated on March 26, 2021 by
દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓની પાઇપલાઈનમાં પંચર કરીને કરોડો રૂપિયાની ઓઇલ ચોરીના ગુનામાં વધુ બે આરોપીઓની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. અલગ-અલગ રાજ્યોમાંથી આરોપીએ 500 કરોડથી વધુ ઓઇલ ચોરી કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત ATS એ ગુજસીટોકના ગુનામાં આરોપીની ધરપકડ કરી વધુ એક ઓઈલ ચોરીનો પર્દાફાશ કર્યો છે.
આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઇ
દેશના અલગ-અલગ રાજ્યોમાં 22 જેટલી ઓઇલ લાઈનોમાં પચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર ગેંગનો ATS એ પર્દાફાશ કર્યો હતો. જે ગુનામાં સંડોવાયેલ વધુ બે આરોપી નિશાંત કરણીક અને મુનેસ ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા સાથે મળી ઓઈલ ચોરીની ગેંગ ચલાવતા હતાં. આરોપી રાજસ્થાન, બિયાવર, બર, પશ્ચિમ બંગાળમાં કોલકાતા તથા વર્ધમાન નગર, બિહાર જમુઈ, રોહતક, ગોહાના અને ચિત્તોગઢમાં ઓઇલ ચોરીના ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે, જેથી ગુજરાત ATS એ સંદીપ અને તેની ગેંગના 4 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓની પૂછપરછમાં તેની મોડ્સઓપરેન્ડી સામે આવી. આરોપી ઓઇલ લાઈનમાં પંચર કરવા 300-400 મીટર પોતાની લાઇન નાખતા હતાં. લાઇન નજીકમાં આરોપી ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરની અંદર ટેન્કરની ટાંકી ફીટ કરી દેશભરનું ચોરી ઓઇલ વેચાણ કરતો હતો. ઉપરાંત અન્ય રાજ્યના વાહનો ખરીદી બીજા રાજ્યમાં નોધણી કરાવતા અને ચોરીના ઓઈલ સપ્લાય માટે પણ ખોટા બીલો બનાવતા હતાં. ઉપરાંત આરોપી મુનેસ ગુર્જરે તાજેતરમાં હરિયાણાના ગજ્જર જિલ્લાના છારા ગામની સીમમાં વધુ એક લાઈનમાં ભંગાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓ દેશભરના અલગ-અલગ રાજ્યમાં નોંધાયેલા 17 ગુનામાં ફરાર હતાં
ગુજરાત ATS એ ઝડપેલા આરોપી દેશભરના અલગ-અલગ રાજ્યમાં નોંધાયેલા 17 ગુનામાં ફરાર હતાં. ઉપરાંત પોલીસે ગુજસીટોકના ગુનામાં આરોપીની સંપતી પણ ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. જો કે 500 કરોડથી વધુ ઓઈલ ચોરીના ગુનાની ગેંગમાં અન્ય આરોપીના નામ પણ સામે આવ્યાં છે. જેની ATS એ વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 4 આરોપીથી શરૂ થયેલી આ ગેંગના અન્ય કેટલાં આરોપી હવે પોલીસ ગિરફ્તમાં આવે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31