Last Updated on March 25, 2021 by
રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીની વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસમાં વધારો થશે, બાદમાં ઘટાડો થાય તેવી ધારણાં છે.
રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત મુખ્યપ્રધાન કાર્યાલયના કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. CMO માં કાર્યરત કર્મચારીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. સીએમઓના કુલ 70થી વધુ કર્મચારીઓએ વેક્સિન લીધી છે. ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે હજુ એક અઠવાડિયું કેસ વધશે તેવી ચિંતા મુખ્યપ્રધાને વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું છે કે, ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણ વધ્યુ છે પરંતુ ચિંતાની કોઈ આવશ્યકતા નથી કારણકે મૃત્યુઆંક ઓછો અને કંટ્રોલમાં છે. સરકાર કોરોના ટેસ્ટ, ટ્રિટમેન્ટ અને ટ્રેસિંગના આધારે કામ કરે છે. ધન્વંતરી અને સંજીવની રથો ચાલે છે. ચાર મહાનગરોમાં કેસ વધે છે. તે ફોક્સ કરીને આગળ વધીએ છીએ. બંધ રાખવા બાબતે જરૂર પડ્યે નિર્ણય કરીએ છીએ તેમ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે.
ગુજરાત વિધાનસભા સત્ર ટૂંકાવવાની ચાલતી અટકળો પર સીએમ વિજય રૂપાણીએ પૂર્ણ વિરામ મુક્યુ છે અને અત્યારે વિધાનસભા સત્ર ટૂંકાવવાની કોઈ વતા જ નથી. તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એ કહ્યું છે. તેઓએ આજે ગૃહની કામગીરી શરૂ થાય તે પહેલા મિડીયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, સત્ર ટૂકાવવાની કોઈ વાત નથી. સત્રને પૂર્ણ થવામાં માત્ર ચાર દિવસ બાકી છે અને આઠ બિલ પસાર થવાના બાકી છે અને તેમાં પણ વચ્ચે ત્રણ દિવસ રજા આવે છે ત્યારે સત્ર સમયસર પૂર્ણ થશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31