Last Updated on March 26, 2021 by
ગુજરાતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 2190 કેસ નોંધાયા છે તો છેલ્લાં 24 કલાકમાં કુલ 6 લોકોના મોત થઇ ચૂક્યાં છે. જેમાં સુરતમાં 4, અમદાવાદ અને રાજકોટમાં 1-1 દર્દીનું મોત થયું છે તો આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4479 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1422 દર્દીઓ સાજા થયા છે જેની સાથે આજદિન સુધીમાં કુલ 2 લાખ 81 હજાર 707 લોકો કોરોનામુક્ત બન્યા છે. રાજયમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 10 હજાર 134 એક્ટિવ કેસ છે. જ્યારે 83 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌથી ખરાબ હાલત હાલમાં સુરતમાં છે. આજે પણ 750થી વધારે કેસ નોધાયા છે.
રાજ્યનો રિકવરી રેટ ઘટીને 95.07 ટકા થઇ ચુક્યો
સતત વકરી રહેલી સ્થિતિને જોતા સમગ્ર રાજ્યમાં 88,099 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે પૈકી 2190 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે પોઝિટિવિટી રેટ 2.49 ટકા છે. રાજ્યમાં નવા 2190 નવા કેસ 1422 સાજા થયા. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 95.07 ટકા થઇ ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 40,89,217 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,25,153 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે.
1 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ
તારીખ | પોઝિટિવ કેસ | ડિસ્ચાર્જ | મોત |
1 જાન્યુઆરી | 734 | 907 | 3 |
2 જાન્યુઆરી | 741 | 922 | 5 |
3 જાન્યુઆરી | 715 | 938 | 4 |
4 જાન્યુઆરી | 698 | 898 | 3 |
5 જાન્યુઆરી | 655 | 868 | 4 |
6 જાન્યુઆરી | 665 | 897 | 4 |
7 જાન્યુઆરી | 667 | 899 | 3 |
8 જાન્યુઆરી | 685 | 892 | 3 |
9 જાન્યુઆરી | 675 | 851 | 5 |
10 જાન્યુઆરી | 671 | 806 | 4 |
11 જાન્યુઆરી | 615 | 746 | 3 |
12 જાન્યુઆરી | 602 | 855 | 3 |
13 જાન્યુઆરી | 583 | 792 | 4 |
14 જાન્યુઆરી | 570 | 737 | 3 |
15 જાન્યુઆરી | 535 | 738 | 3 |
16 જાન્યુઆરી | 505 | 764 | 3 |
17 જાન્યુઆરી | 518 | 704 | 2 |
18 જાન્યુઆરી | 495 | 700 | 2 |
19 જાન્યુઆરી | 485 | 709 | 2 |
20 જાન્યુઆરી | 490 | 707 | 2 |
21 જાન્યુઆરી | 471 | 727 | 1 |
22 જાન્યુઆરી | 451 | 700 | 2 |
23 જાન્યુઆરી | 423 | 702 | 1 |
24 જાન્યુઆરી | 410 | 704 | 1 |
25 જાન્યુઆરી | 390 | 707 | 3 |
26 જાન્યુઆરી | 380 | 637 | 2 |
27 જાન્યુઆરી | 353 | 462 | 1 |
28 જાન્યુઆરી | 346 | 602 | 2 |
29 જાન્યુઆરી | 335 | 463 | 1 |
30 જાન્યુઆરી | 323 | 441 | 2 |
31 જાન્યુઆરી | 316 | 335 | 0 |
1 ફેબ્રુઆરી | 298 | 406 | 1 |
2 ફેબ્રુઆરી | 285 | 432 | 1 |
3 ફેબ્રુઆરી | 283 | 528 | 2 |
4 ફેબ્રુઆરી | 275 | 430 | 1 |
5 ફેબ્રુઆરી | 267 | 425 | 1 |
6 ફેબ્રુઆરી | 252 | 401 | 1 |
7 ફેબ્રુઆરી | 244 | 355 | 1 |
8 ફેબ્રુઆરી | 232 | 450 | 1 |
9 ફેબ્રુઆરી | 234 | 353 | 1 |
10 ફેબ્રુઆરી | 255 | 495 | 0 |
11 ફેબ્રુઆરી | 285 | 302 | 2 |
12 ફેબ્રુઆરી | 268 | 281 | 1 |
13 ફેબ્રુઆરી | 279 | 283 | 0 |
14 ફેબ્રુઆરી | 247 | 270 | 1 |
15 ફેબ્રુઆરી | 249 | 280 | 0 |
16 ફેબ્રુઆરી | 263 | 271 | 1 |
17 ફેબ્રુઆરી | 278 | 273 | 1 |
18 ફેબ્રુઆરી | 263 | 270 | 0 |
19 ફેબ્રુઆરી | 266 | 277 | 1 |
20 ફેબ્રુઆરી | 258 | 270 | 0 |
21 ફેબ્રુઆરી | 283 | 264 | 1 |
22 ફેબ્રુઆરી | 315 | 272 | 1 |
23 ફેબ્રુઆરી | 348 | 294 | 0 |
24 ફેબ્રુઆરી | 380 | 296 | 1 |
25 ફેબ્રુઆરી | 424 | 301 | 1 |
26 ફેબ્રુઆરી | 460 | 315 | 0 |
27 ફેબ્રુઆરી | 451 | 328 | 1 |
28 ફેબ્રુઆરી | 407 | 301 | 1 |
1 માર્ચ | 427 | 360 | 1 |
2 માર્ચ | 454 | 361 | 0 |
3 માર્ચ | 475 | 358 | 1 |
4 માર્ચ | 480 | 369 | 0 |
5 માર્ચ | 515 | 405 | 1 |
6 માર્ચ | 571 | 403 | 1 |
7 માર્ચ | 575 | 459 | 1 |
8 માર્ચ | 555 | 482 | 1 |
9 માર્ચ | 581 | 453 | 2 |
10 માર્ચ | 675 | 484 | 0 |
11 માર્ચ | 710 | 451 | 0 |
12 માર્ચ | 715 | 495 | 2 |
13 માર્ચ | 775 | 579 | 2 |
14 માર્ચ | 810 | 586 | 2 |
15 માર્ચ | 890 | 594 | 1 |
16 માર્ચ | 954 | 703 | 2 |
17 માર્ચ | 1122 | 775 | 3 |
18 માર્ચ | 1276 | 899 | 3 |
19 માર્ચ | 1415 | 948 | 4 |
20 માર્ચ | 1565 | 969 | 6 |
21 માર્ચ | 1580 | 989 | 7 |
22 માર્ચ | 1640 | 1110 | 4 |
23 માર્ચ | 1730 | 1255 | 4 |
24 માર્ચ | 1790 | 1277 | 8 |
25 માર્ચ | 1961 | 1405 | 7 |
26 માર્ચ | 2190 | 1422 | 6 |
કુલ આંક | 51282 | 50824 | 173 |
રાજ્યમાં ડબલ મ્યુટેશનનો મોટો ખતરો
રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ડબલ મ્યુટેશનનો મોટો ખતરો ઊભો થયો છે. કોરોનાના જૂના વેરિયન્ટ કરતા આ વાયરસ બિલકુલ અલગ અને ઘાતક છે. ત્યારે આ મામલે સિનિયર પેથોલોજીસ્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ડબલ મ્યુટેશનથી વાયરસની ચેપ ફેલાવવાની ક્ષમતા, ઘાતકતા તેમજ વેક્સિનની વાયરસ ઉપર અસર પડી શકે છે. કોરોનાના યુ.કે. સ્ટ્રેન પછી ડબલ મ્યુટેશનનો મોટો ખતરો વધી રહ્યો છે. કોરોનામાં વારંવાર આવતા મ્યુટેશનએ તબીબો અને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ ચિંતાજનક છે.
ભારતમાં જોવા મળેલા સ્ટ્રેન
ભારતીય વસ્તીમાં હાલમાં માત્ર યુકે, બ્રાઝિલિયન અને દક્ષિણ આફ્રિકાના વિવિધ પ્રકાર જોવા મળતા નથી. અન્ય ઓર્ગનીઝમની જેમ કોરોના વાયરસ પણ સતત પરિવર્તિત થાય છે. આનુવંશિક રચનામાં કેટલાક ફેરફારો થાય છે. આમાંથી મોટાભાગના મ્યુટેશન અસંગત છે. જેથી કોરોના વાયરસના નેચર અથવા વર્તનમાં ફેરફાર કરતું નથી. પરંતુ હજારોમાંના એકમાં ફેરફારો થઈ શકે છે.
અમદાવાદના IIMમાં કોરોનાનો વિસ્ફોટ
અમદાવાદના IIM માં કોરોનાના થયેલા વિસ્ફોટ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. આઈઆઈએમના 6 વિદ્યાર્થીઓ 12મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હતા. જેમાથી 6 પૈકી પાંચ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાંચ વિદ્યાર્થીઓ બાદ અન્ય વિદ્યાર્થી અને સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યુ. તો બીજી તરફ પાંચેય વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના પોઝિટિવ હોવાની માહિતી છુપાવી હતી. અને AMCના ડોમ ઉપર કોરોના ટેસ્ટ કરાવતી સમયે વતન ના સરનામા લખાવ્યા હતા. આઈઆઈએમમાં બાકીના વિદ્યાર્થીઓનું ગુરુવારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં 17 વિદ્યાર્થીના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે હવે IIM કેમ્પસમાં કોરોનાનો આંકડો 40 પર પહોંચ્યો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31