Last Updated on April 10, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ ૪,૫૪૧ નવા કેસ સામે આવ્યા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૩ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. રાજ્યમાં હાલ ૨૨,૬૯૨ એક્ટિવ કેસ છે જ્યારે ૧૮૭ દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોનાના નવા રેકોર્ડ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૧૫, અમદાવાદમાંથી ૧૨ સહિત કુલ ૪૨ના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં કુલ કેસનો આંક હવે ૩,૩૭,૦૧૫ જ્યારે કુલ મરણાંક ૪,૬૯૭ છે. આ પૈકી એપ્રિલ માસના ૯ દિવસમાં જ ૨૯,૩૧૭ કેસ નોંધાયા છે અને ૧૭૮ના મૃત્યુ થયા છે.
ગુજરાતના ગામડાઓમાં સ્થિતિ વણસી
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૧,૨૯૬-ગ્રામ્યમાં ૨૦ સાથે સૌથી વધુ ૧,૩૧૬ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કુલ કેસનો આંક ૭૯,૯૨૭ છે અને આ પૈકી ૬,૬૮૧ કેસ માત્ર એપ્રિલના ૯ દિવસમાં નોંધાયા છે. સુરત શહેરમાં ૮૯૧-ગ્રામ્યમાં ૨૧૩ સાથે ૧,૧૦૪ કેસ નોંધાયા છે. સુરતમાં કુલ કેસનો આંક હવે ૭૨,૩૪૨ છે અને છેલ્લા ૯ દિવસમાં ૭,૧૫૨ કેસ નોંધાઇ ચૂક્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ ગંભીર સ્થિતિ યથાવત્ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેરમાં ૩૪૦-ગ્રામ્યમાં ૭૦ સાથે ૪૧૦ જ્યારે વડોદરા શહેરમાં ૨૫૬-ગ્રામ્યમાં ૧૪૧ સાથે ૩૯૭ નવા કેસ સામે આવ્યા છે. આમ, ચાર જિલ્લામાંથી જ ૩,૨૨૭ નવા કેસ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૨૨૧ સાથે જામનગર, ૧૧૮ સાથે પાટણ, ૧૦૧ સાથે ભાવનગર,૯૧ સાથે મહેસાણા, ૮૯ સાથે જુનાગઢ, ૮૬ સાથે ગાંધીનગર, ૭૪ સાથે બનાસકાંઠા, ૪૮ સાથે કચ્છ-મહીસાગર, ૪૦ સાથે ખેડાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
ડરાવનારા છે કોરોનાના આ આંકડા
છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૧૫, અમદાવાદમાં ૧૨, વડોદરામાં ૬, રાજકોટમાં ૪ જ્યારે ભાવનગર-છોટા ઉદેપુર-દાહોદ-ગાંધીનગર-જામનગરમાં ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૪૧૦-સુરતમાં ૧,૦૮૮-વડોદરામાં ૨૬૪, રાજકોટમાં ૨૨૧, ગાંધીનગરમાં ૧૧૦, ભાવનગરમાં ૭૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૬૯૦, અમદાવાદમાંથી ૫૦૪, વડોદરામાંથી ૨૭૭, રાજકોટમાંથી ૨૩૯ એમ રાજ્યભરમાંથી ૨,૨૮૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩,૦૯,૬૨૬ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૧.૮૭% છે. ગુજરાતમાં ૧,૩૪, ૮૩૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ સાથે જ કુલ ટેસ્ટનો આંક ૧.૪૪ કરોડ છે. રાજ્યમાં ૧,૪૫,૫૯૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો ૯ એપ્રિલ એક્ટિવ કેસ
અમદાવાદ ૧,૩૧૬ ૪,૫૮૩
સુરત ૧,૧૦૪ ૪,૭૬૫
રાજકોટ ૪૧૦ ૨,૫૫૭
વડોદરા ૩૯૭ ૩,૨૩૪
જામનગર ૨૨૧ ૮૨૪
પાટણ ૧૧૮ ૬૭૯
ભાવનગર ૧૦૧ ૭૮૮
મહેસાણા ૯૧ ૫૮૯
જુનાગઢ ૮૯ ૩૦૮
ગાંધીનગર ૮૬ ૫૮૫
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31