GSTV
Gujarat Government Advertisement

GST કલેક્શનમાં 27 ટકાનો વધારો, માર્ચ-2021માં થઇ સર્વોચ્ચ 1.23 લાખ કરોડની અવાક

Last Updated on April 2, 2021 by

સળંગ છઠ્ઠા મહિને GST કલેક્શન એક લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. માર્ચમાં GST કલેકશન વિક્રમજનક ૧.૨૩ લાખ કરોડ રૃપિયા રહ્યું છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. ગયા વર્ષે માર્ચની સરખામણીમાં ચાલુ વર્ષે માર્ચમાં GST કલેક્શન ૨૭ ટકા વધારે રહ્યું છે.

GST

GST કલેક્શનમાં જોવા મળી જોરદાર વૃદ્ધિ

મંત્રાલયે જણાવ્યું છે કે GST કલેક્શનમાં જોવા મળી રહેલી જોરદાર વૃદ્ધિ અર્થતંત્ર રિકવર થવાના સંકેત છે. નકલી બિલિંગ પર ઝીણવટભરી નજર, ડેટા એનાલિસિસ અને અસરકારક ટેક્સ વહીવટી તંત્રને કારણે પણ જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

માર્ચ, ૨૦૨૧માં કુલ જીએસટી કલેકશન ૧,૨૩,૯૦૨ કરોડ રૃપિયા રહ્યું છે. જે પૈકી સેન્ટ્રલ જીએસટી ૨૨,૯૭૩ કરોડ રૃપિયા, સ્ટેટ જીએસટી ૨૯,૩૨૯ કરોડ રૃપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી ૬૨,૮૪૨ કરોડ રૃપિયા અને ૮૭૫૭ કરોડ રૃપિયાના સેસનો સમાવેશ થાય છે. માર્ચ, ૨૦૨૦માં જીએસટી કલેકશન ૯૭,૫૯૦ કરોડ રૃપિયા રહ્યું હતું.

GST

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ચ, ૨૦૨૧નું જીએસટી કલેક્શન જીએસટી અમલમાં મૂકવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીનું સૌથી વધારે છે. ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં માર્ચમાં જીએસટી કલેકશન ૨૭ ટકા વધારે રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જૂન અને સપ્ટેમ્બર કવાર્ટરમાં જીએસટીની આવકમાં ૪૧ ટકા અને આઠ ટકાનો ઘટાડો થયો હતો. એપ્રિલ, ૨૦૨૦માં જીએસટી કલેક્શન ૩૨,૧૭૨ કરોડ રૃપિયાની વિક્રમજનક નીચલી સપાટીએ રહ્યું હતું.

જીએસટી કલેક્શન આ અગાઉ ફેબુ્રઆરીમાં ૧.૧૩ લાખ કરોડ રૃપિયા, જાન્યુઆરીમાં ૧.૧૯ લાખ કરોડ રૃપિયા, ડિસેમ્બરમાં ૧.૧૫ લાખ કરોડ રૃપિયા, નવેમ્બરમાં ૧.૦૪ લાખ કરોડ રૃપિયા, ઓક્ટોબરમાં ૧.૦૫ લાખ કરોડ રૃપિયા અને સપ્ટેમ્બરમાં ૯૫,૪૮૦ કરોડ રૃપિયા, ઓગસ્ટમાં ૮૬,૪૪૯ કરોડ રૃપિયા, જુલાઇમાં ૮૭,૪૨૨ કરોડ રૃપિયા, જૂનમાં ૯૦,૯૧૭ કરોડ રૃપિયા, મેમાં ૬૨,૧૫૧ કરોડ રૃપિયા અને એપ્રિલમાં ૩૨,૧૭૨ કરોડ રૃપિયા રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33