Last Updated on March 24, 2021 by
ગાંધીનગર મહાનગર પાલિકા માટે ચૂંટણી યોજાનાર છે જેમાં 11 વોર્ડ માટે 334 લોકો એ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં પૂર્વ કોર્પોરેટર અને મેયર સહિતના દાવેદારો નો સમાવેશ થાય છે પરંતુ ઉમેદવારો ની પસંદગી માં પણ ગત વખતની ફોર્મ્યુલા મુજબ જ પસંદગી કરવામાં આવશે.
ગાંધીનગર મનપા માટે બીજેપીના નેતાઓએ લાઇન લગાવી છે.
બીજેપી એ ગઈકાલે 4 ટિમ બનાવી 11 વોર્ડ ના 44 ઉમેદવાર માટે સેન્સ ની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં એક ટિમ ના ભાગે 3 જેટલા વોર્ડ આવ્યા હતા જેમાં દાવેદારી માટે લાંબી લાઈનો લાગી હોવાની માહિતી સામે આવી રહી છે. સુત્રોની જો વાત માનીએ તો 11 વોર્ડ માટે સેન્સની પ્રક્રિયા કરવામાં આવી જેમાં કુલ 334 દાવેદરોએ પોતાની દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી હતી .
કુલ 334 દાવેદરોએ પોતાની દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી
એટલે કે એક વોર્ડ માં એવરેજ 30 લોકો એ દાવેદારી કરી છે. 11 વોર્ડ પૈકી સૌથી વધારે દાવેદારી વોર્ડ નમ્બર 5 માં નોંધાઈ છે જેમાં 50 જેટલા દાવેદારો એ દાવેદારી કરી છે. તો બીજા નમ્બર પર વોર્ડ નમ્બર 10 છે જેમાં 44 લોકો એ પોતાની દાવેદારી કરી હોવાની માહિતી સામે આવી રહી છે. જે 334 લોકો એ દાવેદારી કરી છે જેમાં પૂર્વ મેયર વર્તમાન અને પૂર્વ કોર્પોરેટર એ ટિકિટ માંગી છે તો સહકારી આગેવાનો પણ ગાંધીનગર મનપાની ચૂંટણી માં મેદાને આવ્યા છે અને તે નેતાઓએ પણ ટિકિટ માંગી હોવાનું સામે આવી રહ્યું છે.
નેતાઓએ પણ ટિકિટ માંગી હોવાનું સામે આવી રહ્યું છે
આમ તો પાર્ટી અધ્યક્ષ પાટીલે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નિયમો બનાવ્યા હતા કે 3 ટર્મ જીતેલા,પૂર્વ મેયર અને સગા સબંધીને ટિકિટ નહિ આપવામાં આવે એજ ફોર્મ્યુલા આ વખતે પણ યથાવત રાખવામાં આવશે જેના આધારે પર જ 3 નામ ની પેનલ તૈયાર કરવામાં આવશે.
હવે શહેરના હોદ્દેદારો સાથે આગામી સંકલન ની બેઠક યોજશે જેમાં 1 સીટ માટે 3 નામોની પેનલ તૈયાર કરી ને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે જેમાં પણ પાટીલે બનાવેલા નિયમોને ધ્યાને લઈને જ ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31