GSTV
Gujarat Government Advertisement

નાનીનો દોહિત્ર-દોહિત્રી સાથેનો સંબંધ ખાસ છે પરંતુ તે માતા-પિતાનું સ્થાન ના લઇ શકે: હાઇકોર્ટનો મોટો ચુકાદો

નાની

Last Updated on March 4, 2021 by

બોમ્બે હાઈકોર્ટે બુધવારે નાસિકની એક 12 વર્ષની બાળકીની કસ્ટડીનો ચુકાદો આપતાં કહ્યું કે, નાનીનો તેની દોહિત્રી માટે વિશેષ પ્રેમ હોય છે, પરંતુ તે પ્રેમ તેના માતા-પિતાનું સ્થાન ન લઇ શકે. આ સાથે કોર્ટે બાળકીની કસ્ટડી તેના માતાપિતાને આપી હતી.

નાસિકના એક દંપતીએ આ વર્ષની શરૂઆતમાં હાઇ કોર્ટની શરણ લીધી હતી. દંપતીએ બાળકીને પોતાની સાથે લઇ જવા માટે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું કે બાળકીની માતાની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. ડોક્ટરે સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ આપી હતી. તેથી 2019માં તે પોતાની બાળકીને લઇને થોડા સમય માટે પોતાની માતાના ઘરે નાસિક ગઇ હતી.

આ દરમિયાન બાળકીનું ભણતર ન છૂટે માટે એનું નામ નાસિકની એક સ્કૂલમાં કરાવી દીધું. વર્ષ 2020-21ના શૈક્ષણિક સત્ર સુધી મહિલાની તબિયત ખરાબ થઇ ગઈ, તો એણે પુણે પરત ફરવાની તૈયારી કરી લીધી, પરંતુ વૈશ્વિક મહામારીઓ કોરોના કારણે તેમણે નાસિકમાં જ રોકાવું પડ્યું. મે 2020માં મહિલા પુણે આવી ગઈ અને બાળકીનો એક સ્કૂલમાં દાખલો કરાવી લીધો, બાળકી કોવિડ કાળમાં નાસિકમાં રહેતા ઓનલાઇન અભ્યાસ કરી રહી હતી.

નાનીએ પોતાના નાતિનને મેળવવા અપનાવ્યું આ હથિયાર

દંપતિ થોડાક સમય પછી પોતાની બાળકીને પુણેથી પરત લેવા માટે નાસિક પહોંચ્યા હતા, ત્યાકે તેની નાનીએ તે બાળકીનો સોંપવાની ધરાર ના પાડી દીધી હતી. એટલું જ નહી નાનીએ આ બાળકીને પોતાની પાસે રાખવા માટે પોલીસ અને બાળકલ્યાણ સમિતિની પણ મદદ લીધી હતી, નાનીએ પોલીસ અને બાળકલ્યાણ સમિતિને જણાવ્યું કે બાળકીના માતા-પિતા વચ્ચે વૈવાહિક સંબધ સામાન્ય નથી, જે 12 વર્ષીય બાળકીના કુમળા માનસ પર ખરાબ અસર કરી રહી છે. અને આ બાળકી માટે સારું નથી. તેથી આવી પરિસસ્થિતિમાં બાળકી તેની નાની પાસે રહે તે દ સારું છે. આ પછી બાળકીની કસ્ટડી માટે દંપતિએ અદાલતના દરવાજા ખખડાવ્યા છે.

પોતાની બાળકીને પરત લાવવા માટે દંપતીએ આપી આ દલીલ

ન્યાયમૂર્તિ એસએસ શિંદે અને મનીષ પીતલની અધ્યક્ષતા વાળી બોમ્બે હાઇકોર્ટની બેન્ચે દંપતીની દલીલ સ્વીકારતા કસ્ટડી માતા પિતાની સોંપી દીધી દંપત્તિએ બાળકીને પોતાની સાથે લઇ જવા માટે કોર્ટમાં દલીલ કરી હતી કે બાળકીના પિતા એક મલ્ટીસ્પેલીસ્ટ કંપનીમાં વરિષ્ઠ પદ પર છે, જયારે નાની શિક્ષિત નથી અને એમની આર્થિક સ્થિતિ સારી નથી, એવી સ્થિતિમાં બાળકીના શારીરિક, નૈતિક અને બૌદ્ધિક વિકાસ, સારી પરવરીશ અને સારા ભવિષ્ય માતા એને માતા પિતા સાથે રાખવાની જરૂરત છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33