Last Updated on March 2, 2021 by
ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં કોની પકકડ રહેશે. તેના સસ્પેન્સ પરથી આજે પડદો ઉંચકાશે. રાજકીય પક્ષોથી માંડીને નેતાઓ-કાર્યકરોમાં જબરી ઉતેજના પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોમાં રવિવારે ચૂંટણી થઈ હતી અને મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું ધીંગુ મતદાન થયુ હતુ. હવે આજે મતગણતરી યોજાવાની છે. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.
ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોમાં રવિવારે ચૂંટણી થઈ
મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું
હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું. પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા. મોટા પ્રમાણમાં મતદાન કર્યુ હતું અને તેમાં ભાજપ વીંખાઈ ગયો હતો.
ગ્રામ્ય મતદારો ભડકેલા હતા. મોટા પ્રમાણમાં મતદાન કર્યુ
આ વખતે ગામડામાં ખરાબ ચિત્ર ન હતું. રાજય સરકારે સંખ્યા બંધ ગ્રામ્યલક્ષી પગલાઓ લીધા હતા. થોડીઘણી નારાજી છતાં બહુ ખરાબ વાતાવરણ ન હતું. આ સિવાય કોર્પોરેશનના પરિણામોને પણ ઘણા અંશે પ્રભાવ પડયાના સંકેત મળ્યા છે. અમુક સેન્ટરોમાં ભાજપના જ અમુક અસંતુષ્ટો વિરુદ્ધમાં ચાલવા છતાં કોઈ વિપરીત અસર નહીં કર્યાની છાપ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31