Last Updated on March 13, 2021 by
વધતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજયમાં મહાનગરોમાં ધૂળેટી ઉજવણી પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં ધુળેટીના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણીની મંજૂરી નહી અપાય. અમદાવાદ અને સુરત શહેરને લઈને સરકારે આ નિર્ણય લીધો છે. જ્યારે વડોદરા, રાજકોટ મનપા વિસ્તારમાં વિચારણા ચાલી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં ધુળેટીને સરકાર આંશિક છૂટછાટ આપશે. ગલી, મહોલ્લામાં ધુળેટી ઉજવવાની છુટ મળી શકે છે.
રાજ્યમાં ચૂંટણી બાદ કોરોના સંક્રમણ સતત દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે પ્રધાન વિજય રૂપાણીએ પણ કોર કમિટીની બેઠક યોજી હતી અને કોરોના સંક્રમણ બાબતે કોરોના નું સંક્રમણ ઓછું થાય તે માટે પણ પગલાં લેવાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત રાજ્યના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે પણ વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ બાબતે ચર્ચા કરી હતી ત્યારે હવે હોળી અને ધૂળેટીના તહેવાર પર પણ રાજ્ય સરકાર આર્થિક પ્રતિબંધ લાગી શકે તેવી શક્યતાઓ સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે.
હોળી અને ધૂળેટીનાં તહેવારની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મનપા વિસ્તારમાં હોળી અને ધુળેટી ની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. ફાર્મ હાઉસમાં અને પાર્ટી પ્લોટમાં ખાસ પ્રકારની વ્યવસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના ના કારણે રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લાગે તેવી પણ શક્યતાઓ સૂત્રો તરફથી વ્યક્ત થઈ રહી છે આમ, અમદાવાદ – સુરત – વડોદરા – રાજકોટ મનપા વિસ્તારમાં ક્લબ – ફાર્મ હાઉસ – પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણીની મંજૂરી નહિ મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગલી મહોલ્લામાં અપાઇ શકે છે પરવાનગી
અમદાવાદ રાજકોટ જેવા મોટા શહેરોમાં જે રીતે જાહેરમાં અને પાર્ટી પ્લોટોમાં હોળીની ઉજવણી થાય છે, તેમાં પ્રતિબંધ આપવાની ચર્ચા છે જ્યારે પરંતુ ગ્રામીણ વિસ્તરમાં સરકાર ધુળેટીની ઉજવણી માટે આંશિક છૂટછાટ આપી શકે છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર જાહેર કરે તે પહેલા જ કોરોના સંક્રમણ ધ્યાનમાં લઈને અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબમાં ધુળેટીની ઉજવણી રદ કરવામાં આવી છે ત્યારે હવે આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ ક્લબ સંચાલકો પોતાની રીતે જ ધુળેટી કરીવાની જાહેરાત કરશે.
સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે..ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યુ છે ત્યારે કોરોના ટેસ્ટિંગની કામગીરીનું મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યુ હતું. મહા પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ આજે સચિનના ભાટિયા ચેક પોસ્ટ પર આવેલ ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં સ્થળ પર કરવામાં આવી રહેલી કામગીરીનું પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31