Last Updated on February 25, 2021 by
સરકારે પ્રાઈવેટ બેંકમાં લાગેલા પ્રતિબંધને હટાવ્યો છે. જેની હેઠળ પ્રાઈવેટ બેંકોને સરકારી બિઝનેસ પ્રાપ્ત કરવા માટે આવેદન કરવાની મનાઈ ફરમાવી છે. નાણાંમંત્રાલય કાર્યાલયે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી હતી. નાણાંમેત્રાલય અનુસાર, સરકારે પ્રાઈવેટ બેંકને પણ લીલીઝંડી આપી દીધી છે. હવે તે પણ સરકારી કરાર પ્રાપ્ત કરી શકશે.
સરકારના આ પગલાથી ગ્રાહકોને પણ ફાયદો મળશે. ગ્રાહકો માટે નવો વિકલ્પ ઉભો થશે. આ પગલાથી ગ્રાહક સુવિધા વધુ સારી બનશે. પ્રતિસ્પર્ધા વધારવા અને કસ્ટમ સર્વિસીસના સ્ટાંડર્ડમાં વધુ કાર્યક્ષમતાની આશા છે. આ પહેલા પ્રાઈવેટ સેક્ટરના અમૂક પસંદગીની બેંકોને જ આ અંગે મંજૂરી મળી છે. હવે નાણાંમંત્રાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે તમામ ખાનગી બેંક સરકારી બિઝનેસમાં પાર્ટિસિપેટ કરી શકશે. આ પગલાથી અર્થવ્યવસ્થાને પણ બુસ્ટ મળવાની આશા છે.
ગ્રાહકોને પણ થશે ફાયદો
નાણાંમંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી સોશ્યલ સેક્ટરમાં સરકારની પહેલને આગળ લઈને અને ગ્રાહક સુવિધાને સારી બનાવી હવે પ્રાઈવેટ બેંક પણ ભારતની અર્તવ્યવસ્થાના વિકાસમાં બરાબરની ભાગીદારી બનાવી શકે છે. નાણાંમંત્રાલયે નાણાંકિય સેવા વિભાગ તરફથી એક નિવેદન જાહેર કરી આ અંગે જણાવ્યું છે સાથે જ ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.
निजी बैंक अब सरकारी बैंकों के साथ बनेंगे देश के विकास में बराबर के साथी। निजी बैंकों के ऊपर सरकारी व्यवसाय पर लगी रोक हटी। उपभोक्ताओं को मिलेगी बेहतर सेवाएँ व सुविधाएं। सरकार के सामाजिक और वित्तीय समावेश योजनाओं में निजी बैंक भी होंगे भागीदार। @FinMinIndia https://t.co/ITtxalwNbx
— NSitharamanOffice (@nsitharamanoffc) February 24, 2021
પોસ્ટ ઓફિસ યોજનાઓ પણ લઈ આવી શકે છે ખાનગી બેંક
આ નિર્ણય બાદ સરકારી યોજનાઓ અમૂક પોસ્ટ ઓફિસની બચત યોજનાઓને હવે પ્રાઈવેટ બેંક લોન્ચ કરી શકશે. પ્રાઈવેટ બેંકો પર રોક હટાવ્યા બાદ પેંશન પેમેન્ટ, સ્મોલ સેવિંગ સ્કીમ્સ, સરકાર સાથે જોડાયેલ બેંકિંગ ટ્રાન્ઝેક્શનને પ્રાઈવેટ બેંક દ્વારા પણ કરી શકાશે. સરકાર તરફથી રોક હટાવ્યા બાદ નવા અધિકારોને પોતાના માટે ભારતીય બેંક પર પણ કોઈ પાબંદી નહીં હોય હવે પ્રાઈવેટ બેંક પણ સરકારના આર્થિક અને સામાજિક એજન્ડામાં બરાબરના ભાગીકાર હશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31