Last Updated on February 28, 2021 by
સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાનો સમય રવિવારે 31 માર્ચ સુધી વધારી દીધો છે. સરકાર દ્વારા કરવામાં આવેલો આ બીજો વિસ્તાર છે.
અગાઉ આ સમયમર્યાદા 31 ડિસેમ્બર 2020થી વધારીને 28 ફેબ્રુઆરી 2021 કરી દીધી હતી. નાણામંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ હતું કે, નિશ્ચિત સમયમાં રિટર્ન ભરનારા કરદાતાઓને આવી રહેલા મુશ્કેલીઓને ધ્યાને રાખીને 2019-20 માટે જીએસટી રિટર્ન-9 અને જીએસટી રિટર્ન-9 સી ભરવાની સમય મર્યાદા વધારી દીધી છે. સમય મર્યાદામાં આ વધારો ચૂંટણી પંચની મંજૂરી સાથે કરવામાં આવ્યો છે.
Government has decided to further extend the due date for furnishing of GSTR-9 and GSTR-9C for the financial year 2019-20 to 31.03.2021 with the approval of Election Commission of India: Department of Revenue, Ministry of Finance pic.twitter.com/gKkPtGgjbW
— ANI (@ANI) February 28, 2021
જીએસટીઆર-9 એક વાર્ષિક રિટર્ન છે, જે જીએસટી અંતર્ગત રજીસ્ટર્ડ કરદાતઓને ભરવાનો હોય છે. જીએસટીઆર-9સી ઓડિટ કરેલા વાર્ષિક નાણાકિય લેખા-જોખા અને જીએસટીઆર-9નું જોડાણ છે.
એએમઆરજી એન્ડ એસોસિએટ્સના સીનીયર પાર્ટનર રજત મોહને કહ્યુ હતું કે, ભલે તે 31 દિવસ નાનો એવો વિસ્તાર હોય પણ ધંધાર્થીઓ માટે જરૂરીયાત પુરી કરવા માટે આ સમય મહત્વનો સાબિત થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31