GSTV
Gujarat Government Advertisement

સરકાર ભડકી/ ધોરણ 3થી 8 ની કસોટીના જવાબો વીડિયો દ્વારા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, આ કાર્યવાહીના થયા આદેશો

Last Updated on March 17, 2021 by

ગુજરાત રાજ્યની ધોરણ-3થી 8ની પ્રથમ સંત્રાત નિદાન કસોટી યોજાઈ હતી. ત્યારે આ મામલે એક ચોંકાવનારા સમાચારા સામે આવ્યા છે. જેમાં આ નિદાન કસોટીઓના પ્રશ્રોના જવાબ કેટલીક યુટુબ ચેનલ પર પ્રસારીત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આવી ચેનલો પર કાયદાકીય કાર્યવાહી કરવા માટે કસર કસી છે. સાથે સાથે શિક્ષણ મંત્રાલયે આ મામલે એક ખાસ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સઘળી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નિદાન કસોટીઓના પ્રશ્રોના જવાબ કેટલીક યુટુબ ચેનલ પર પ્રસારીત કરવામાં આવ્યા

બીજીતરફ સરકારે તમામ સ્કૂલોને આ મામલે સૂચના પણ આપવામાં આવી છે, જેમાં શાળાઓને ટાંકીને લખવામાં આવ્યું છે કે સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા આ તપાસ કરવામાં આવશે. જેમાં આવી ચેનલમાં પ્રસારીત થનાર વીડિયોને જોનાર અને શેર કરનારી પણ ક્રાઈમ ડિપાર્ટમેન્ટ માહિતી એક્ત્રીત કરશે અને જરૂરી પગલાં પણ ભરશે. સાથે સાથે શિક્ષકોને પણ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ આ પ્રકારની ચેનલ કે કોઈ વેબસાઈટનો ઉપયોગ ના કરે, અથવા કોઈને પણ તેનો વપરાશકરવા માટે પ્રોત્સાહિત પણ ના કરશે. આ આદેશ આપવામાં આવ્યો છે.

ફોર્મ

શિક્ષકોને પણ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ આ પ્રકારની ચેનલ કે કોઈ વેબસાઈટનો ઉપયોગ ના કરે

શાળાઓને ટાંકીને લખવામાં આવ્યું છે

સરકારે ધોરણ-3થી ધોરણ 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પરિક્ષા લેખિત લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં જઈને પરિક્ષા આપવી પડશે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33