Last Updated on March 13, 2021 by
વડોદરામાં ગુરુવારે શિવરાત્રિ નિમિતે રાજમાર્ગો પર શિવજી કી સવારીમાં ઉમટેલી ભીડથી કોરોના વકરવાની દહેશત છેફ આવામાં આ યાત્રાના આયોજક ધારાસભ્ય યોગેશ પટેલે ભીડ એકઠી કરવાને લઇને બેજવાબદારીભર્યુ નિવેદન કર્યુ છે. આ ભીડને કારણે કોરોના વકરે તો કોણ જવાબદારમાં તેમણે ભગવાનને આગળ ધરી દીધા હતા.
કોરોના વકરે તો ભગવાનને જવાબદાર ઠેરવી જવાબદારીમાંથી છટકી ગયાં મંત્રી
શિવજી કી સવારીમાં અઢી – ત્રણ લાખની જનમેદની એકઠી થઈ ગઈ હતી. હાલના સંજોગોમાં ભીડ એકઠી થવાને કારણે કોરોના સંક્રમણ વધે તેવી શક્યતાઓ છે. આ વાતને ખૂબ સારી રીતે સમજતાં મંત્રી યોગેશ પટેલે કોરોના વકરે તો ભગવાનને જવાબદાર ઠેરવી જવાબદારીમાંથી છટકતા નજરે પડ્યા હતા.
વડોદરામાં કોરોનાએ ફરી માર્યો ઉથલો
વડોદરા શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે દિન પ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. બુધવારે ૫૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા તો ૫૨ દર્દીઓને રજા આપવામાં આવી હતી જ્યારે ૪ દર્દીઓના મોત થયા હતા. શહેરમાં છેલ્લા અઢી મહિનામાં એટલે કે જાન્યુઆરીથી તા.૧૧ માર્ચ સુધી ચૂંટણીલક્ષી રાજકીય મેળાવડાઓ, રાજકીય રેલીઓ અન્ય જાહેર સમારંભો તથા ધાર્મિક ઉત્સવોમાં ઉમટેલી ભારે ભીડના કારણે એક તબક્કે કાબૂમાં આવી ગયેલ કોરોનાએ હવે ફરીથી ઉથલો માર્યો છે.
વડોદરામાં ગુરૃવાર સાંજથી શુક્રવાર સાંજ સુધીના ૨૪ કલાકમાં કોરોનાની સારવાર હેઠળના ચાર દર્દીઓના મોત થયા છે જેમાં કાયાવરોહણના ૬૬ વર્ષના વૃધ્ધ ઉપરાંત વડોદરાના ૬૨ વર્ષના વૃધ્ધ ૫૧ વર્ષના આધેડ અને ૭૨ વર્ષના વૃધ્ધ મહિલાનો સમાવેશ થાય છે. આ સાથે વડોદરામાં કોરોનાથી મોતનો બિનસત્તાવાર આંકડો ૨,૫૦૭ થયો છે તો સત્તાવાર રીતે આજે એક પણ મોત નહી નોંધાતા સત્તાવાર મોતનો કુલ આંકડો ૨૪૨ જ રહ્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોના બુલેટિન મુજબ શહેરમાં શુક્રવારની સાંજ સુધીની સ્થિતિ પ્રમાણે કોરોનાના ૬૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ૪૦ દર્દીઓ ગંભીર છે અને વેન્ટિલેટર ઉપર રખાયા છે તો ૮૭ દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૨૫,૩૧૧ કેસ નોંધાયા છે જેમાંથી ૨૪,૪૬૦ દર્દીઓ સાજા થઇ ગયા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31