Last Updated on March 29, 2021 by
દિલ્હી NCT બિલને લઈને આજે કેન્દ્ર સરકારને લીલી ઝંડી મળી ગઈ છે. આ વિવાદિત ખરડાને, જે લેફ્ટનન્ટ ગવર્નરને ચૂંટાયેલી સરકાર કરતા વધુ સત્તા આપે છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે તેને મંજૂરી આપી હતી. આ સાથે, હવે તે કાયદો બની ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય જાહેરાત કરશે કે આ કાયદો ક્યારે અમલમાં આવશે.
બુધવારે રાજ્યસભામાં આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓની વોકઆઉટ વચ્ચે NCT બિલ પસાર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર માટે આ કાયદાને મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે. 2013 માં પહેલી વખત આમ આદમી પાર્ટીના સત્તા પર આવ્યાના સમયથી, લેફ્ટનન્ટ ગવર્નર સાથેનો મુકાબલો ઘણી વખત દેખાયો છે.
દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નન્સ (એમેન્ડમેન્ટ) (NCT) બિલ સ્પષ્ટ કરે છે કે દિલ્હીમાં સરકારે કોઈ પણ કારોબારી નિર્ણય લેતા પહેલા તેમનો અભિપ્રાય લેવો પડશે. રાજ્યસભામાં બે દિવસની ધાંધલ-ધમાલ બાદ સંસદમાં આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો.દરમિયાન, વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો કે તેનાથી લોકશાહીનો નાશ થશે.
વિપક્ષે માંગ કરી કે આ બિલ સિલેક્ટ સમિતિને મોકલવામાં આવે.કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના, વાયએસઆર કોંગ્રેસ અને અકાલી દળ સહિતના મોટાભાગના વિપક્ષી પાર્ટીઓએ આ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલ લાવવા પાછળ આંદોલનકારી ખેડૂતોને અરવિંદ કેજરીવાલનો ટેકો પણ એક કારણ મનાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31